ન્યૂઝીલેન્ડે જીત્યો ટૉસ, પહેલા બેટિંગનો લીધો નિર્ણય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 15:01:02
  • Views : 827
  • Modified Date : 2019-07-09 15:07:15

વર્લ્ડ કપનાં ઇતિહાસમાં પહેલીવાર ભારત અને ન્યૂઝીલેન્ડ સેમિ-ફાઇનલમાં ટકરાઇ રહ્યા છે. ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી છે.  15 અંકો સાથે ભારત પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર છે. તો ન્યૂઝીલેન્ડની ટીમ 11 અંકો સાથે ચોથા સ્થાને છે.

કુલદીપ યાદવની જગ્યાએ ભારતે યૂઝવેન્દ્ર ચહલને સામેલ કર્યો છેરવિન્દ્ર જાડેજાને ટીમમાં, શમી બહારઆવામાં બંને ટીમો વચ્ચે એક શાનદાર ક્રિકેટ જોવા મળશે. વિશ્વ કપમાં ભારત માટે ‘રન મશીન’ સાબિત થયેલો રોહિત શર્મા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને આજે પણ તે સારું પ્રદર્શન કરે તેવી ભારત આશા રાખી રહ્યું હશે.રોહિત, રાહુલ અને કોહલીએ બનાવ્યા 1347 રનબીજી તરફ ટ્રેંટ બૉલ્ટ ન્યૂઝીલેન્ડનાં બૉલિંગ આક્રમણને ધારદાર બનાવે છે. ભારત માટે રોહિત શર્મા (647), રાહુલ (360) અને વિરાટ કોહલી (442) મળીને 1347 રન બનાવી ચુક્યા છે. તો ન્યૂઝીલેન્ડ માટે ફર્ગ્યુસન 17 વિકેટ અને મૈટ હેન્રી 10 વિકેટ, જિમ્મી નીશામ 11 અને કૉલિન ડી ગ્રાન્ડહૉમ 5 વિકેટ લઇ ચુક્યા છે. આ વર્લ્ડ કપમાં બંને ટીમની લીગ મેચ વરસાદનાં કારણે થઇ શકી નહોતી. બંને ટીમો વિશ્વ કપમાં છેલ્લે 2003માં ટકરાઇ હતી જેમાં ભારત જીતવામાં સફળ રહ્યું હતુ.

હવામાન અને પિચનો મિજાજ

માન્ચેસ્ટરમાં આગામી બે દિવસ વરસાદની સંભાવના છે. 9 અને 10 જુલાઈનાં વાદળ છવાયેલા રહેશે. સાથે સાથે થોડીક-થોડીકવારે વરસાદ થઇ શકે છે. મંગળવાર એટલે કે આજે ટૉસ સમયે વરસાદની 40 ટકા સંભાવના છે. આ પિચ પર પહેલા બેટિંગ કરનારી ટીમ જીતે છે. ટીમ શરૂઆતમાં જ બૉલરોને મદદ કરશે.

ટીમ

ભારત: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રિત બુમરાહન્યૂઝીલેન્ડ: માર્ટિન ગપ્ટિલ, હેન્રી નિકોલસ, કેન વિલિયમ્સન, રોસ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશામ, કૉલિન ડી ગ્રાન્ડહૉમ, મિચેલ સેન્ટનર, લૉકી ફર્ગ્યુસન, મેટ હેન્રી, ટ્રેન્ટ બૉલ્ટ

Download Our B K News Today App



Related News