ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર વર્લ્ડનો પ્રથમ પ્લેયર બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-18 13:24:15
  • Views : 486
  • Modified Date : 2020-02-18 13:24:15

ન્યૂઝીલેન્ડનો રોસ ટેલર 21 ફેબ્રુઆરીએ ભારત સામે વેલિંગ્ટન ખાતેની પ્રથમ ટેસ્ટ રમતાની સાથે જ ત્રણેય ફોર્મેટમાં 100 મેચ રમનાર વર્લ્ડનો પ્રથમ પ્લેયર બનશે. 35 વર્ષના ટેલરે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે"હું 2023નો વનડે વર્લ્ડ કપ રમવા માંગુ છું. પરંતુ 2021ના અંતે મારુ ફોર્મ અને ફિટનેસ લેવલ કેવું છે તેના પર આધાર રાખે છે કે હું રમવાનું ચાલુ રાખીશ કે નહીં.આમ ન્યૂઝીલેન્ડ માટે 100 ટેસ્ટ રમનાર તેઓ ચોથા ખેલાડી બનશે. આમ ટેલર, સ્ટિફન ફ્લેમિંગ, ડેનિયલ વિટ્ટોરી અને બ્રેન્ડન મેક્કુલમ પછી કિવિઝ માટે 100 ટેસ્ટ રમનાર ચોથો ખેલાડી બનશે. તેણે કહ્યું કે, 100મી ટેસ્ટમાં સારું પ્રદર્શન કરવું જ હોય છે. પરંતુ તેનું દબાણ લઈશ નહીં. આને અન્ય કોઈ ગેમની જેમ જ રમીશ. મને આશા છે કે હું સીરિઝની પહેલી મેચમાં ટીમ માટે જરૂરી યોગદાન આપીશ.ટેલરને ક્રિકેટ રમવા માટે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન માર્ટિન ક્રોવે મોટીવેટ કર્યા હતા. ટેલરે તેમને યાદ કરતા કહ્યું કે એમણે મારામાં એવું કંઈક જોયું હતું, જે મેં પોતે જોયું નહોતું. હું હંમેશા તેમનો આભારી રહીશ. હું 1 ટેસ્ટ રમીને ખુશ હતો, 100 ટેસ્ટ રમવી બહુ મોટી વાત છે. મને આ જર્નીમાં મદદ કરનાર તમામનો હું આભાર માનું છું.

Download Our B K News Today App



Related News