ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ટીમ જાહેર થતાં પહેલા ઝડપી બોલર ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-21 13:11:57
  • Views : 514
  • Modified Date : 2020-01-21 13:11:57

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટેસ્ટ ટીમની જાહેરાત થતા પહેલા જ ભારતના અનુભવી બોલર ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત થયા છે. જેઓ વિદર્ભ વિરુદ્ધ રણજી મેચમાં દિલ્હી તરફથી રમી રમતા ઈજાગ્રસ્ત થતાં તેમની ગંભીરતા અંગે હજુસુધી કોઈ ખુલાસો કરાયો નથી. ત્યારે વિદર્ભ વિરુદ્ધની બીજી ઈનિંગ્સની પાંચમી ઓવરમાં તેમને ઈજા થઈ હતી.ત્યારે 31 વર્ષીય ઈશાંતે પ્રથમ ઈનિંગ્સમાં 3 વિકેટ ઝડપી ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત થયું હતું. પરંતુ હવે તેની ઈજાની રિપોર્ટ આ‌વ્યા બાદ જાણ થશે કે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી શકશે કે નહીં.

Download Our B K News Today App



Related News