વર્લ્ડ કપ : ન્યુઝીલેન્ડ-શ્રીલંકા વચ્ચે જંગ માટેનો તખ્તો તૈયાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 11:37:29
  • Views : 554
  • Modified Date : 2019-06-01 11:37:29

વર્લ્ડ કપની રોમાંચક શરૂઆત થઇ ગઇ છે. પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા પર શાનદાર જીત મેળવી લીધા બાદ હવે વર્લ્ડ કપની વિન્ડીઝ અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ ત્રીજી મેચ આવતીકાલે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાનાર છે. જેને લઇને ભારે ઉત્સાહ જાવા મળી રહ્યો છે. કાર્ડિફ ખાતે રમાનારી મેચને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ મેચનુ પ્રસારણ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યાથી કરવામાં આવનાર છે. મેચને લઇને ભારે રોમાંચની Âસ્થતી રહેલી છે. હાલમાં શ્રીલંકાની ટીમ ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહી છે. આવી Âસ્થતીમાં ન્યુઝીલેન્ડ હોટફેવરીટ ટીમ તરીકે છે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇÂન્ડઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું.વર્લ્ડકપની પ્રથમ મેચ ઓવલમાં રમાશે જ્યારે ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. ન્યુઝીલેન્ડની ટીમમાં કેપ્ટન વિલિયમસન ઉપરાંત અનેક સ્ટાર ખેલાડી રહેલા છે. જેમાં માર્ટિન ગુÂપ્ટલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેની પાસે રોસ ટેલર જેવો ધરખમ બેટ્‌સમેન પણ છે. કાર્ડિફમાં મેચને લઇને ભારે ઉત્સાહ દેખાઇ રહ્યો છે. મોટી સંખ્યામાં ટિકિટ વેચાઇ ચુકી છે. બંને ટીમો નીચે મુજબ છે.  ન્યુઝીલેન્ડ ઃ વિલિયમસન (કેપ્ટન) બ્લન્ડેલ, બોલ્ટ, ગ્રાન્ડહોમ, ફર્ગુસન, માર્ટિન ગુÂપ્ટલ, હેનરી, ટીમ લાથમ, મુનરો, નિશામ, નિકોલસ, સેન્ટનર, શોઢી, રોસ ટેલર, ટીમ સાઉથી, શ્રીલંકા ઃ કરૂણારત્ને (કેપ્ટન), ડિસિલ્વા, પ્રદીપ, ફર્નાન્ડો, લકમલ, માલિંગા, મેથ્યુસ, કુશળ મેÂન્ડસ, જીવન મેÂન્ડસ, કુશળ પરેરા, થિસારા પરેરા, મિલિન્દા, સિરિવર્દના , લાહિર થિરિમાને, ઉદાના, વેન્ડરસે


Download Our B K News Today App



Related News