ફોલોઓન રમ્યા પછી જીતનારી ન્યૂઝીલેન્ડ ત્રીજી ટીમ બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-01 15:52:55
  • Views : 496
  • Modified Date : 2023-03-01 15:58:59

ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટનમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 1 રને હરાવી દીધું છે. આ સાથે જ ફોલોઓન રમ્યા પછી જીતનારી દુનિયાની ત્રીજી ટીમ બની ગઈ છે. તો ક્રિકેટના ઈતિહાસમાં ફોલોઓન રમીને જીત્યા હોય, તેવું આ ચોથીવાર બન્યું છે. સૌથી પહેલા 1884માં સિડનીમાં રમાયેલી ઇંગ્લેન્ડે ફોઓલન રમતા ઓસ્ટ્રેલિયાને 10 રને હરાવ્યું હતું. આ પછી 1981માં હેડિંગ્લેમાં રમાયેલી ટેસ્ટ મેચમાં પણ ઇંગ્લેન્ડે આ પરાક્રમ બીજીવાર કરી દેખાડતા ફોલોઓન રમીને ઓસ્ટ્રેલિયાને 18 રને હરાવ્યું હતું. તો ત્રીજીવાર આવું 2001માં કોલકતા ટેસ્ટ મેચમાં બન્યું હતું. જ્યાં ભારતે ફોલોઓન રમીને ઓસ્ટ્રેલિયાને 171 રને હરાવ્યું હતું. તો આજે હવે ન્યૂઝીલેન્ડ ટેસ્ટમાં 1 રનના અંતરે જીતનારી બીજી ટીમ બની ગઈ છે.

 

ઇંગ્લેન્ડને 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં તેઓ 256 રનમાં જ ઓલઆઉટ થઈ ગયા હતા. આની પહેલા ન્યૂઝીલેન્ડે ફોલોઓન રમતા બીજી ઇનિંગમાં 483 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડને જેના કારણે 258 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઇંગ્લેન્ડે ચોથા દિવસે દિવસના અંતે 1 વિકેટે 48 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 8 વિકેટે 435 રન બનાવીને ઇનિંગને ડિક્લેર કરી દીધી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડે 209 રન જ બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની તરફથી નિલ વેગનરે 4 વિકેટ, જ્યારે કેપ્ટન ટિમ સાઉધીએ 3 વિકેટ ઝડપી હતી.

 

ઇંગ્લેન્ડે પાંચમા દિવસે 48 રનથી આગળ વધતા આ ઇનિંગમાં 32 રન ઉમેર્યા હતા. અને તેમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. ઓલી રોબિનસને 53 રનના સ્કોરે આઉટ થયો હતો. તેની વિકેટ સાઉધીએ લીધી હતી. તે 2 રન જ બનાવી શક્યો હતો. તો બેન ડકેટ પણ 59 રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો. તેના પછી ઓલી પોપ પણ 80 રનના સ્કોરે આઉટ થઈ ગયો હતો. તો હેરી બ્રુક પણ ઝીરોમાં આઉટ થઈ ગયો હતો.

 

જો રૂટ અને બેન સ્ટોક્સે ઇંગ્લેન્ડની ઇનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 121 રનની પાર્ટનરશિપ થઈ હતી. લંચ સુધીમાં ઇંગ્લેન્ડે 5 વિકેટે 168 રન બનાવ્યા હતા. બેન સ્ટોક્સ 201 રનના ટીમના સ્કોર પર આઉટ થયો હતો. તેણે 116 બોલમાં 33 રન બનાવ્યા હતા. તેના આઉટ થયા પછી 202 રનના ટીમના સ્કોર પર ઇંગ્લેન્ડે સાતમી વિકેટ ગુમાવી દીધી હતી. જો રૂટ સદી ચૂકી જતાં 95 રને આઉટ થયો હતો.

 

રૂટના આઉટ થયા પછી કોઈપણ બેટર ક્રિઝ પર ટકી શક્યો નહોતો. જોકે બેન ફોક્સે ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે ટીમને જિતાડી શક્યો નહોતો. તે જ્યારે આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 251 રન હતો. તેણે 57 બોલમાં 35 રન બનાવ્યા હતા. છેલ્લી વિકેટ પર ઇંગ્લેન્ડને જીત માટે 6 રનની જરૂર હતી. પણ જેમ્સ એન્ડરસન 256 રના ટીમના સ્કોર પર આઉટ થયો હતો. આ રીતે ઇંગ્લેન્ડને 1 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

Download Our B K News Today App



Related News