ડાયમંડ લીગ ફાઇનલ જીતનારો પ્રથમ ભારતીય બન્યો નીરજ ચોપડા

  • Published By :
  • Published Date : 2022-09-09 16:05:09
  • Views : 260
  • Modified Date : 2022-09-09 16:05:09

ભારતીય જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ફરી એકવાર ઈતિહાસ સર્જ્યો છે. તેણે પહેલીવાર ડાયમંડ લીગમાં ગોલ્ડ જીત્યો છે. ઝ્યૂરિખમાં યોજાયેલા ડાયમંડ લીગની ફાઈનલમાં તેણે 88.44નો બેસ્ટ થ્રો કરીને પ્રથમ સ્થાને રહ્યો હતો. આ અગાઉ નીરજે વર્ષ 2017 અને 2018ના ફાઈનલમાં પણ ક્વોલિફાય કર્યુ હતું. ત્યારે તે 2017મનાં સાતમા અને 2018માં ચોથા સ્થાને રહ્યો હતો. નીરજ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ઈજાગ્રસ્ત થયો હતો, જેને કારણે તે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ શક્યો નહોતો. ત્યારે તેણે કમબેક કરતાં ડાયમંડ લીગના ફાઈનલમાં પહોંચનારો તે એકમાત્ર ભારતીય ખેલાડી હતો. આ પહેલાં ડિસ્કસ થ્રોમાં ગૌડા ડાયમંડ લીગ મીટમાં ટોપ થ્રીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બન્યો હતો. આમ તો તેના કરિયરનો બેસ્ટ થ્રો 89.94 મીટર છે. આ તેણે સ્ટોકહોમ ડાયમંડ લીગ 2022માં થ્રો કર્યો હતો.

Download Our B K News Today App



Related News