મારા પપ્પા અક્ષર, ઇશાંત અને સિરાજને બિરયાની અને હલવો ખવડાવશે; વસીમ જાફરના 3 Idiots વાળા મિમ પર વોશિંગ્ટન સુંદરનો રમૂજી જવાબ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 13:14:31
  • Views : 332
  • Modified Date : 2021-03-09 13:14:31

    ભારતે ઇંગ્લેન્ડને ચાર ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે એક ઇનિંગ્સ અને 25 રને હરાવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. આ મેચમાં એક સમયે ભારત મુશ્કેલ પરિસ્થિતિમાં હતું. 146 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી, તે પછી ઋષભ પંત અને વોશિંગ્ટન સુંદરે સાતમી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી. ઋષભ પંતે 101 રન કર્યા હતા, જ્યારે ટીમ ઓલઆઉટ થઈ તે સમયે સુંદર 96 રને અણનમ રહ્યો હતો.

    ભારતે પોતાની અંતિમ 3 વિકેટ 1 રનમાં ગુમાવી દીધી હતી. 364/7થી 365 રનમાં ઓલઆઉટ. અક્ષર પટેલ, ઇશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ આઉટ થનાર અંતિમ ત્રણ બેટ્સમેન હતા. આ ઘટના બની એ દિવસે ભારતના પૂર્વ ઓપનર વસીમ જાફરે 3 idiots વાળો મિમ શેર કર્યો હતો. જાફરે લખ્યું હતું કે, "નેક્સ્ટ ટાઇમ જ્યારે અક્ષર, ઇશાંત અને સિરાજ સુંદરના પપ્પાને કોઈ ફંક્શનમાં મળશે ત્યારે... (3 idiots ફિલ્મમાં જ્યારે વાઇરસ રેન્ચો, રાજુ અને ફરહાનને લગ્નમાં મળે છે એ સમયનો ફોટો) આ 96 રન કોઈ સદીથી ઓછા નહોતા. વેલ પ્લેડ, સુંદર."

    આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શનિવારે ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું હતું. તેમા ભારતીય ટીમ ટોપ પર પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ સામે 3-1થી ટેસ્ટ સિરીઝ જીતવાનો ફાયદો ભારતને મળ્યો છે. બીજા નંબરે ન્યૂઝીલેન્ડ છે. ટીમ ઈન્ડિયા હેવ જૂન મહિના સુધી આ નંબર પર યથાવત રહેશે. કારણ કે આ પહેલા ટોપ 2 ટીમની કોઈ ટેસ્ટ મેચ નથી.

*  ICC ટેસ્ટ રેન્કિંગ :

રેન્કિંગટીમપોઈન્ટ
1ભારત122
2ન્યૂઝીલેન્ડ118
3ઓસ્ટ્રેલિયા113
4ઈંગ્લેન્ડ106
5પાકિસ્તાન90
6દ. આફ્રિકા89
7શ્રીલંકા83
8

વેસ્ટ ઈન્ડિઝ

80
9બાંગ્લાદેશ51

Download Our B K News Today App



Related News