મોટેરા વર્લ્ડનું પહેલું ક્રિકેટ સ્ટેડિયમ, જ્યાં 11 મલ્ટીપલ પિચ છે; મેલબર્નમાં એક સમયે 10 હતી, હવે 7 જ રહી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-29 12:19:14
  • Views : 419
  • Modified Date : 2021-01-29 12:19:14

    અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે પ્રથમવાર ક્રિકેટ મેચ રમાઈ એની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમ હોવા ઉપરાંત મોટેરાની અન્ય એક ખાસ વાત છે, જે સૌથી પહેલા દિવ્ય ભાસ્કર તમારી સમક્ષ લાવી રહ્યું છે. મોટેરા વર્લ્ડનું પહેલું ક્રિકેટ સ્ટેડિયમ છે, જ્યાં 11 મલ્ટીપલ પિચ છે.ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના જોઈન્ટ સેક્રેટરી અનિલ પટેલે કહ્યું હતું કે "આ દુનિયાનું પ્રથમ સ્ટેડિયમ છે, જ્યાં 11 મલ્ટીપલ પિચ છે. 6માં રેડ સોઇલ અને 5માં બ્લેક સોઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ તો 13 પિચ થઈ શકે એમ છે, પરંતુ બોલર રનરઅપ અને અન્ય સ્પેસ માટે આંકડો 11 સુધી સીમિત રાખવામાં આવ્યો છે."

    અનિલ પટેલે કહ્યું હતું કે "મોટેરા મેન ગ્રાઉન્ડ ઉપરાંત જે અન્ય બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ છે, ત્યાં પણ 9-9 મલ્ટીપલ પિચ છે. એમાં 5 રેડ સોઇલ અને 4 બ્લેક સોઇલથી બનાવવામાં આવી છે."અનિલ પટેલે વધુમાં કહ્યું, "વર્લ્ડના અન્ય કોઈપણ સ્ટેડિયમમાં આવી વેરાઇટી જોવા નહીં મળે. બ્લેક અને રેડ બંને સોઈલનું આવું પ્રેઝન્સ. આપણે કોઈપણ પ્રકારની પિચ બનાવવા સક્ષમ છીએ."એક સમયે સૌથી વધુ મલ્ટીપલ પિચનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG)ના નામે હતો. ત્યાં 10 મલ્ટીપલ પિચ હતી, જોકે હવે 7 જ રહી ગઈ છે. મિડલ પિચ પર વધુ ક્રેક પડે અને પિચ વધારે સરળતાથી ટેલર-મેડ કરી શકાય એ માટે આ આંકડો 10થી 7 કરી દેવામાં આવ્યો હતો


રેડ સોઈલ પિચ પર ઘાસને પરત ફરવાની તક આપે છે. એટલી જ ઘાસ જેનાથી પેસરને વિકેટ પર સિમ મૂવમેન્ટ મળી શકે. બાઉન્સમાં સમાનતા જળવાય રહે અને સ્પિનર્સના બોલ પણ પિચ પર સારી રીતે ઝીપ સાથે ટર્ન થાય. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રેડ સોઈલનો ઉપયોગ થાય છે.બ્લેક સોઈલ પાણીને સૌથી વધારે એબઝોર્બ કરે છે. તેનાથી. પાણી નાખવામાં આવે ત્યારે સોઈલ સોફ્ટ અને ન નાખવામાં આવે ત્યારે હાર્ડ થઈ જાય છે. ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના મેદાન પર બ્લેક સોઈલનો ઉપયોગ થાય છે. અહીં જેમ જેમ મેચ આગળ વધે તેમ બોલના બાઉન્સમાં સમાનતા રહેતી નથી. અમુક બોલ વધારે અને અમુલ ઓછા બાઉન્સ થાય છે.

    એક વખત કોઈ પિચ પર મેચ રમાઈ તો પછી એને રિકવર થવામાં સમય લાગે છે. નવી મેચ માટે પિચ ફ્રેશ હોય એ પણ જરૂરી છે તેમજ હોમ ટીમ પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે મેચના અઠવાડિયા પહેલાં કેવી પિચ બનાવી એની કયુરેટરને સૂચના આપે છે, તેથી પિચ કયુરેટર મલ્ટીપલ પિચમાંથી એ સૂચના મુજબ જે વધારે ફેવરેબલ હોય એને પસંદ કરીને એને ફિનિશિંગ ટચ આપે છે અથવા એના પર વધુ કામ કરે છે.BCCIએ કોરોના મહામારીને ધ્યાનમાં રાખતાં ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે માત્ર ત્રણ સ્થળ જ રાખ્યાં છે.ચેન્નઈ ખાતે 17 ફેબ્રુઆરીએ બીજી ટેસ્ટ સમાપ્ત કર્યા પછી ટીમ 2 ટેસ્ટ અને 5 T-20 માટે અમદાવાદ આવશે.T-20 સિરીઝની અંતિમ મેચ 20 માર્ચે રમાશે, એટલે કે ઇન્ડિયન ટીમ 17/18 ફેબ્રુઆરીથી 20/21 માર્ચ સુધી અમદાવાદમાં જ બાયો-બબલમાં રોકાશે.

.




Download Our B K News Today App



Related News