જાન્યુઆરીમાં મોટેરા 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા સાથે ક્રિકેટ વિશ્વનું સૌથી વિરાટ સ્ટેડિયમ બનશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 13:27:14
  • Views : 805
  • Modified Date : 2019-09-19 13:27:14

 ક્રિકેટ ચાહકો ઘણા લાંબા સમયથી અમદાવાદમાં બનતા વર્લ્ડના સૌથી મોટા સ્ટેડિયમ -' મોટેરા'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મોટેરાનું 90% ટકા કામ થઇ ગયું છે અને 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ જાન્યુઆરી 2020 સુધીમાં સંભવત રીતે સ્ટેડિયમ તૈયાર થઇ જશે. સરદાર વલ્લભભાઈ પટેલ મોટેરા સ્ટેડિયમ 1982માં બન્યું હતું, તેની બેઠક ક્ષમતા 50 હજાર હતી. મોટેરા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડને રિપ્લેસ કરીને વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે. મેલબોર્નની બેઠક ક્ષમતા 92 હજાર છે અને મોટેરા 18 હજારના માર્જિનથી તેને હરાવશે.મોટેરા મોદીનું વિઝન છે. સ્ટેડિયમ વિશે વાત કરતા ગુજરાત ક્રિકેટ એસોશિયેસનના વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ કહ્યું હતું કે, અમે ત્યારના ગુજરાત ક્રિકેટ એસોશિયેસનના તત્કાલીન પ્રેસિડેન્ટ અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જૂના અર્ધા સ્ટેડિયમને ડિમોલીશ કરીને રિનોવેટ કરવાની વાત કરી હતી. જોકે તેમનું વિઝન તદ્દન જુદું હતું. તેમણે મને પૂછ્યું કે સ્ટેડિયમને કેટલો સમય થઇ ગયો છે? મેં કહ્યું 25 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તો તેમણે કહ્યું કે સ્ટેડિયમને અર્ધું તોડીને રિનોવેટ કરવાનો કોઈ અર્થ નથી.મોદીનું ડ્રિમ હંમેશા નંબર 1 બનવાનું રહ્યું છે. મોદીએ અમને કહ્યું કે વર્લ્ડના ક્યા ક્યા સ્ટેડિયમ સૌથી મોટા છે? અમે કહ્યું કે, મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસ્બેન અને સિડનીનું સ્ટેડિયમ છે. તેમજ અમે તેમને કહ્યું કે તમે કહેશો એ પ્રમાણે મોટામાં મોટું સ્ટેડિયમ બનાવશું. તો તેમણે કહ્યું કે બનાવવું જ હોય તો આપણે વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ બનાવીએ અને અમને 1 લાખથી વધુની બેઠક ક્ષમતાવાળું બનાવવા કહ્યું હતું. તે દરમિયાન અત્યારે ભારતના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ક્રિકેટના પ્રેસિડેન્ટ બન્યા હતા. એમનું પણ એજ ડ્રિમ હતું અને એમણે કહ્યું કે, 'સાહેબે કીધું છે 1 લાખ તો આપણે 1 લાખને 10 હજારની ક્ષમતાવાળું સ્ટેડિયમ બનાવીએ.' આ સ્ટેડિયમ ગુજરાતનું નજરાણું બની જવાનું છે.ક્રિકેટનું મક્કા નહીં, કાશી કહો'નથવાણીએ વધુ ઉમેરતા કહ્યું કે, ક્રિકેટ વિશ્વમાં અત્યાર સુધી લોર્ડ્સને Mecca Of Cricket કહેવાનો રિવાજ છે. લોર્ડ્સથી ય અદકેરાં બનનાર મોટેરા સ્ટેડિયમને હું 'ક્રિકેટનું કાશી' કહીશ. કારણ કે આ નરેન્દ્રભાઈનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાતને વિશ્વના નકશા પર મોખરે મૂકવાની તેમની ધગશનું આ પરિણામ છે. આથી તે નરેન્દ્રભાઈના સંસદિય મતવિસ્તાર કાશીના નામે ઓળખાય એ આવકાર્ય છે. અમે આખું સ્ટેડિયમ મોદીને અર્પણ કરી રહ્યા છીએ. અમે તેમને વિનંતી કરીશું કે તમે આવીને દુનિયા સમક્ષ સ્ટેડિયમને ખુલ્લું મુકો.આઇપીએલની નવી ટીમો કહેશે- અમારે કાશીમાં રમવું છે. નથવાણીએ કહ્યું કે, આઇપીએલમાં નવી ટીમો માટે ઓક્શન થશે ત્યારે ચોક્કસ નવી ટીમ કહેશે કે અમારે કાશીમાં રમવું છે અને તેને અમારું હોમગ્રાઉન્ડ બનાવવું છે. વર્લ્ડનું સૌથી મોટું સ્ટેડિયમ હોય પછી અન્ય કોઈ વસ્તુ વિશે વિચાર કઈ રીતે આવી શકે? તેમજ વિદેશમાંથી બધા અહિયાં રમવા માટે આવવા માગશે.360 ડિગ્રી સ્ટેડિયમસામાન્ય રીતે આપણે ક્રિકેટ સ્ટેડિયમમાં અનુભવ કરતા હોઈએ છીએ કે પ્રેક્ષકો હંમેશા આગળની હરોળની બેઠક પર પસંદગી ઉતારે છે. જેને લીધે પીલરની કે અન્ય કોઈ અડચણ વગર મેચ જોઈ શકાય. મોટેરા સ્ટેડિયમની ખાસિયત એ છે કે સ્ટેડિયમમાં એક પણ પીલર નથી. મતલબ કે કોઈ પણ સ્ટેન્ડમાં બેસીને મેચો જોવો આખું ગ્રાઉન્ડ જોઈ શકાશે. સ્ટેડિયમના નોર્થ પેવેલિયનને અદાણી અને સાઉથ પેવેલિયનને રિલાયન્સ પેવેલિયન કહેવામાં આવશે.પડશે તો પણ મેચ રદ નહીં થાય, 20થી30 મિનિટમાં ગ્રાઉન્ડ કોરું થઇ જશે.2019ના વર્લ્ડ કપમાં વરસાદે વિલનની ભૂમિકા ભજવી હતી. વરસાદ તો બંધ થાય પણ ગ્રાઉન્ડ કોરું થાય ત્યારે જ મેચ શરૂ થાય ને! મોટેરા ખાતેની ડ્રેનેજ સિસ્ટમ એટલી સારી છે કે ગમે તેટલો વરસાદ ભલેને પડે મિનિમમ 20થી લઈને મેક્સિમમ 30 મિનિટમાં ગ્રાઉન્ડ કોરું થઇ જશે. ખેલાડીઓ અને ફેન્સ સુનિશ્ચિત રહેશે કે વરસાદ અટકે તો મેચ શરૂ થવામાં વધુ સમય નહીં લાગે. ભારતમાં બેંગ્લુરુના ચિન્નસ્વામી સ્ટેડિયમ પછી આ બીજું સ્ટેડિયમ બનશે કે જેમાં આ પ્રકારની વિશિષ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ થશે. જોકે તમને જણાવીએ કે બંનેની ડ્રેનેજ સિસ્ટમ અલગ અલગ ટેક્નોલોજી પર કામ કરે છે.75 કોર્પોરેટ બોક્સમોટેરા સ્ટેડિયમ 700 કરોડના ખર્ચે બનેલું છે. 1 લાખ 10 હજારની બેઠક ક્ષમતા ધરાવતા સ્ટેડિયમમાં 75 કોર્પોરેટ બોક્સ છે. આ કોર્પોરેટ બોક્સમાં બેસીને VIP લોકો મેચનો લુફ્ત ઉઠાવશે. દરેક બોક્સમાં 25 સીટ છે, મતલબ કે કે સ્ટેડિયમમાં મોટી હસ્તીઓ માટે 1875 સીટ્સ રિઝર્વ્ડ છે. તે ઉપરાંત આ વખતે દરેક સ્ટેન્ડમાં ફૂડ અને હોસ્પિટાલિટી સ્ટેન્ડ રાખવામાં આવ્યા છે. કોઈ પણ ખૂણે બેઠેલો ફેન સામાન્ય સુવિધા આરામથી મેળવી શકશે.ભારતમાં પ્રથમ વખત LED લાઇટ્સનો ઉપયોગ થશેઆપણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં બહુ વખત LED લાઇટ્સનો ઉપયોગ જોયો છે. મોટેરા ભારતનું પ્રથમ સ્ટેડિયમ બનશે કે જેમાં LED લાઇટ્સનો ઉપયોગ થશે. તે ઉપરાંત સ્ટેડિયમના મીડિયા બોક્સ અને પેવેલિયન દેશના બેસ્ટ હશે તે અંગે પણ અમને માહિતી આપવામાં આવી છે. સ્ટેડિયમમાં 2*2 કુલ 4 પ્લેયર્સ પેવેલિયન બનાવવામાં આવશે.ડ્રોપ-ઈન પિચનો ઉપયોગ નહીં થાય. નથવાણીએ કહ્યું કે, ક્રિકેટર્સને રમવાની મજા આવે તેવી પિચનું નિર્માણ શરૂ થઇ ગયું છે. આપણે ડ્રોપ-ઈન પિચનો ઉપયોગ નહીં કરીએ. વાતાવરણ અનુસાર નેચરલ રીતે પિચ તૈયાર કરવામાં આવશે.સ્ટેડિયમમાં 10 હજાર ટુ વ્હીલર અને 3 હજાર ફોર વ્હીલર પાર્ક થઇ શકશે. મોટેરા પાર્કિંગ સુવિધા બાબતે પણ દેશનું સૌથી મોટું સ્ટેડિયમ બનશે. સ્ટેડિયમમાં 10 હજાર ટુ વ્હીલર અને 3 હજાર ફોર વ્હીલર ગાડીઓ પાર્ક થઇ શકે તેટલી જગ્યા આપવામાં આવી છે. દેશના અન્ય કોઈ સ્ટેડિયમમાં પાર્કિંગ માટે આટલી જગ્યા આપવામાં આવી નથી. તે ઉપરાંત સ્ટેડિયમ સાથે મેટ્રોની ડાયરેકટ કનેક્ટિવિટી છે. અમદાવાદીઓ અને દેશ ભરથી આવેલા ચાહકો મેટ્રોમાં બેસીને પણ સીધા સ્ટેડિયમમાં આવી શકે છે.મોટેરાના મ્યુઝિયમમાં ભારત જ નહીં આખા વિશ્વનું ક્રિકેટ કલેક્શન જોવા મળી શકે છે.નથવાણીને પૂછ્યું હતું કે, વર્લ્ડના સારામાં સારા સ્ટેડિયમ જેમકે મેલબોર્ન હોય કે લોર્ડ્સ, બંને જગ્યાએ ક્રિકેટ મ્યુઝિયમ છે, જ્યાં ક્રિકેટનું બહુ સરસ કલેક્શન જોવા મળે છે. આ અંગે નથવાણીએ જવાબ આપતા કહ્યું કે, આ તબક્કે હજી સુધી અમે અંગે પ્લાન નથી કર્યો, પરંતુ આપનું સુચન ચોક્કસપણે રસપ્રદ છે અને અમે પૂરી ગંભીરતાથી એ દિશામાં હવે આયોજન કરીશું.મોટેરાની ક્લબ મેમ્બરશીપ તમે વાર્ષિક 7 લાખ રૂપિયા આપીને મોટેરાના મેમ્બર બની શકો છો. આ મેમ્બરશીપ હેઠળ તમને ક્લબ હાઉસનું ઍક્સેસ મળશે. આ ક્લબ હાઉસમાં 55 રૂમ્સ છે. ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ, ઓલિમ્પિક સાઈઝ સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, બેડમિન્ટન કોર્ટ, સ્કવોશ કોર્ટ, પાર્ટી એરિયા, 3d મલ્ટીપ્લેક્સ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ હશે.અન્ય રમતોના કોચિંગ ક્લાસીસ પણ ખરા નથવાણી કહ્યું હતું કે, સ્ટેડિયમના નવિનીકરણ અંગે વિચારણા ચાલી રહી હતી ત્યારે નરેન્દ્રભાઈ અને અમિતભાઈનો પ્રાથમિક સવાલ એ હતો કે મેચ ન રમાતી હોય એ સમય દરમિયાન સ્ટેડિયમની ઉપયોગિતા બની રહેવી જોઈએ. આ સુચનને ધ્યાનમાં રાખીને અમે ક્રિકેટ સિવાય અન્ય રમતો માટે પણ આઉટફિલ્ડમાં જગ્યા તૈયાર કરી છે. ફૂટબોલ, હોકી, બેડમિન્ટન, બાસ્કેટબોલ, કબ્બડી, બોક્સિંગ, લોન ટેનિસ અને રનિંગ ટ્રેક. તમામ રમત માટે સ્ટેડિયમમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, તેમજ બધાનું કોચિંગ પણ આપવામાં આવશે. સ્ટુડન્ટ્સ જે રમત શીખવા માંગતા હોય તેમના માટે ડૉર્મિટરીની સુવિધા પણ હશે. તેમજ સ્ટેડિયમમાં મેન ગ્રાઉન્ડ સિવાય અન્ય બે ક્રિકેટ ગ્રાઉન્ડ પણ હશે. આ ગ્રાઉન્ડ પર ડોમેસ્ટિક ગેમ્સ થતા ક્રિકેટ કોચિંગ આપવામાં આવશે.

Download Our B K News Today App



Related News