ઈજાગ્રસ્ત બુમરાહની જગ્યા લેશે મોહમ્મ્દ સિરાજ

  • Published By :
  • Published Date : 2022-09-30 13:05:02
  • Views : 240
  • Modified Date : 2022-09-30 13:05:02

જસપ્રીત બુમરાહને ઠીક થવામાં 4-6 મહિના લાગશે. તે સાઉથ આફ્રિકા સામેની પહેલી T20 મેચમાં પ્લેઇંગ-11માં નહોતો. બુમરાહે પ્રેક્ટિસ સેશન દરમિયાન પીઠમાં દુખાવાની ફરિયાદ કરી હતી. જેના પછી મેડિકલ ટીમના કહેવા ઉપર તેને પહેલી T20 મેચમાં લેવામાં આવ્યો નહોતો. આ જ ઈજાના કારણે તે એશિયા કપમાં પણ રમી શક્યો નહોતો. જસપ્રીત બુમરાહ પૂરા એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો. તેના પછી તે ઓસ્ટ્રેલિયાની સામે રમાયેલી ત્રણ મેચની T20 સિરીઝથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ફર્યો હતો. ત્યાં પણ તે પહેલી મેચમાં રમ્યો નહોતો. બીજી મેચમાં તેને તક આપવામાં આવી હતી અને શાનદાર બોલિંગ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચને બોલ્ડ કર્યો હતો. ત્રીજી મેચમાં તે ખાસ ચાલ્યો નહોતો અને 4 ઓવરમાં 50 રન દીધા હતા.BCCIએ શુક્રવારે સિરાજને ટીમમાં લેવામાં આવ્યો હોવાની જાણકારી આપી હતી. 28 વર્ષીય મોહમ્મદ સિરાજ 7 મહિના અને 2 દિવસ પછી ટીમમાં પરત ફર્યો છે. તેણે 27 ફેબ્રુઆરી 2022ના રોજ છેલ્લી T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. આ મેચ ધર્મશાલામાં શ્રીલંકા સામે રમાઈ હતી. હૈદરાબાદના આ ફાસ્ટ બોલરે શ્રીલંકા સામેની ધર્મશાલામાં રમાયેલી મેચમાં 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી હતી. ત્યારપછી સિરાજ ટેસ્ટ, વન-ડે, IPL અને ફર્સ્ટ ક્લાસ મેચ જ રમી છે.

Download Our B K News Today App



Related News