રાષ્ટ્રગીત દરમિયાન મોહમ્મદ સિરાજ ઇમોશનલ થયો, આંખોમાં આંસુ આવવા લાગ્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 11:34:24
  • Views : 373
  • Modified Date : 2021-01-07 11:34:24

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ ગુરુવારથી સિડનીમાં રમાઈ રહી છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ મેચમાં રાષ્ટ્રગીત દરમિયાન ઈમોશનલ થઇ ગયો હતો. તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યાં હતાં. એનો આ વિડિયો ખુદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે.ટોસ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ પસંદ કરી, સિરાજે જ ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો આપ્યો. તેણે ઓપનર ડેવિડ વોર્નરને 5 રને પેવેલિયન ભેગો કર્યો હતો.. સિરાજે ગઈ મેચમાં મેલબર્ન ખાતે ડેબ્યુ કર્યું હતું. આ તેની બીજી ટેસ્ટ મેચ છે. ડેબ્યુ ટેસ્ટમાં તેણે 5 વિકેટ ઝડપી હતી.

    ઓસ્ટ્રેલિયામાં ક્વોરન્ટીન પિરિયડને કારણે સિરાજ પિતાના અંતિમસંસ્કારમાં સામેલ નહોતો થઈ શક્યો. ફાસ્ટ બોલર સિરાજ IPL રમ્યા બાદ ટીમની સાથે UAEથી સીધો ઓસ્ટ્રેલિયા જવા રવાના થયો હતો. આ દરમિયાન તેના પિતા મોહમ્મદ ઘોસ(53)નું હૈદરાબાદમાં નિધન થયું હતું. તેઓ ઘણા સમયથી ફેફસાંની બીમારીનો સામનો કરી રહ્યો હતા. સિરાજના પિતાએ રિક્ષા ચલાવીને મોહમ્મદ સિરાજને ક્રિકેટર બનાવ્યો છે.

    હૈદરાબાદની નાનકડા વિસ્તાર ટોલીચોકીથી આવતાં સિરાજે કહ્યું હતું કે "હું જાણું છું કે પિતાએ મારું સપનું પૂરું કરવા માટે ઘણી જ મહેનત કરી છે. તેઓ રિક્ષા ચલાવતા હતા. તેમના ઈંતકાલના સમાચાર મારા માટે ઝટકા સમાન છે. મેં મારા જીવનનો સૌથી મોટો સપોર્ટ ગુમાવી દીધો."

    સિરાજે 2016-17ના રણજી સીઝનમાં 41 વિકેટ લીધી હતી. એ બાદ તેને IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 2.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સિરાજે લીગમાં 35 મેચ રમી, જેમાં તેણે 39 વિકેટ લીધી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 3 ટી-20માં 3 વિકેટ લીધી છે. સિરાજે એક વન ડે મેચ પણ રમી છે, જોકે તેમાં તેને એકપણ વિકેટ મળી ન હતી.

Download Our B K News Today App



Related News