મિતાલી રાજ 100 મેચ જીતનારી વિશ્વની બીજી કેપ્ટન બની, ભારતે દક્ષિણ આફ્રિકાનો 3-0થી વ્હાઇટવોશ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-15 12:31:17
  • Views : 467
  • Modified Date : 2019-10-15 12:31:17

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે 3 મેચની સીરિઝની ત્રીજી વન-ડેમાં દ.આફ્રિકાને 6 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે સીરિઝ 3-0થી જીતી હતી. લો સ્કોરિંગ મેચમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતા 45.5 ઓવરમાં માત્ર 146 રન કર્યા હતા. જવાબમાં દ.આફ્રિકાની ટીમ 48 ઓવરમાં 140 રને ઓલઆઉટ થઈ હતી. આ મિતાલી રાજની કપ્તાની 100મી (ત્રણેય ફોર્મેટની કુલ) જીત હતી. આમ કરનાર તે શાર્લોટ એડવર્ડ્સ (142 જીત) બાદ બીજી મહિલા કેપ્ટન છે. રાજે 129 વનડેમાંથી 80માં જીત મેળવી છે. જયારે 32 ટી-20માં 17 અને 6 ટેસ્ટમાંથી 3માં જીત મેળવી છે.ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો જે ખોટો સાબિત થયો અને ટીમે 71 રનમાં 6 વિકેટ ગુમાવી હતી. પ્રિયા પૂનિયા (0), જેમિમા રોડ્રિગ્ઝ (3) અને મિતાલી રાજ (11) ફ્લોપ રહી હતી. હરમનપ્રિત કોર (38) અને શિખા પાંડે (35)ની ઈનિંગ્સના કારણે ટીમ 146 રન સુધી પહોંચી શકી હતી. દ. આફ્રિકાનો સ્કોર એકસમયે 103/5 હતો અને તે જીતની નજીક હતી, પરંતુ ટીમે અંતિમ 5 વિકેટ 37 રનમાં ગુમાવી હતી. અંતિમ 2 વિકેટ પાર્ટટાઈમ બોલર હરમનપ્રિત અને જેમિમાએ લીધી હતી. બિષ્ટ 3 વિકેટ ઝડપી પ્લેયર ઓફ ધ મેચ રહી હતી. આ પહેલા ટીમે ટી-20 સીરિઝ પણ 3-1થી જીતી હતી.

Download Our B K News Today App



Related News