DC vs MI: મુંબઈની જીતમાં બોલરો ઝળક્યા, દિલ્હીનો પરાજય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 06:56:38
  • Views : 528
  • Modified Date : 2019-04-19 06:56:38

રાહુલ ચહર (3 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (2 વિકેટ)ની ચુસ્ત બોલિંગની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં દિલ્હી કેપિટલ્સ સામે 40 રને વિજય મેળવ્યો હતો. મુંબઈએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 168 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 20 ઓવરમાં 9 વિકેટે 128 રન બનાવી શક્યું હતું. શિખર ધવન 35 રન બનાવી બોલ્ડ થયો હતો.

પૃથ્વી શો 20 રન બનાવી ચહરની ઓવરમાં કેચ આઉટ થયો હતો. કોલિન મૂનરોનું કંગાળ ફોર્મ યથાવત્ રહેતા 3 રને આઉટ થયો હતો. કેપ્ટન ઐયર (3) પણ સસ્તામાં આઉટ થતા દિલ્હીએ 63 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પંત પણ ખાસ કમાલ ન કરી શકતા 7 રને બુમરાહની ઓવરમાં બોલ્ડ થયો હતો. સતત વિકેટો પડતા દિલ્હીનો પરાજય નિશ્ચિત બન્યો હતો. રોહિત શર્મા અને ડી કોકે પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી નોંધાવી શાનદાર શરુઆત અપાવી હતી.

રોહિત શર્મા 30 રને અમિત મિશ્રાનો શિકાર બન્યો હતો. કુટિંગ 2 રને આઉટ થયો હતો. આ પછી ડી કોક 35 રને રન આઉટ થયો હતો.

Download Our B K News Today App



Related News