આજથી રાજકોટમાં મીની IPLનો પ્રારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 13:57:29
  • Views : 752
  • Modified Date : 2019-05-14 13:57:29

ઈન્ડિયન પ્રિમીયર લીગની પૂર્ણતા બાદ હવે આવતીકાલ તા.૧૪મીથી રાજકોટમાં ક્રિકેટનો ફિવર છવાઈ જશે. ચેતેશ્વર પૂજારા,જયદેવ ઉનડકટ સહિતના સ્ટાર ક્રિકેટરો ધરાવતી સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગનું તારીખ 14મીએ સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન થશે, તે સાથે જ સાંજે 7.30 કલાકે હાલાર હીરોઝ અને કચ્છ વોરીયર્સ વચ્ચે પ્રથમ મેચ રમાશે.રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આજે જોદાર નેટ પ્રેકટીસ વચ્ચે જયારે સ્ટેડિયમ ઉપર ફલડ લાઈટનો પ્રકાશ છવાયો તેનાથી આ ટુર્નામેન્ટનો આગાઝ થઈ ગયો હતો.તા.૧૪મીએ ઓપનીંગ સેરેમનીમા આતશબાજીનું આર્ક્ષણ પણ છવાઈ જશે.આ ટુર્નામેન્ટના પ્રથમ મેચમાં કેપ્ટન અર્પિત વસાવડા,વાઈસ કેપ્ટન હારવિક દેસાઈની હાલાર હીરોઝ સામે કેપ્ટન જયદેવ ઉનડકટ અને વાઈસ કેપ્ટન અગ્નિવેશ અયાસીની કચ્છ વોરિયર્સ ટકરાશે. દર્શકો આ ટુર્નામેન્ટ વિનામુલ્યે નિહાળી શકશે.મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટસ અને હોટસ્ટાર પર થશે.આ ટુર્નામેન્ટ મીની આઈપીએલ જેવવી છે.જેમાં ચીયર્સ લીડર્સ,ડીજે મ્યુઝિક બધ્ધુ જ હશે. ટુર્નામેન્ટમાં ટીવી કોમેન્ટેટર તરીકે એલેસ્ટર કેમ્મ્પબેલ, ઓવેશ શાહ, શીશીર હટગંડી અને અજય મહેરા રહેશે. તા.15મીએ સાંજે 7.30 વાગે સોરઠ લાયન્સ અને ઝાલાવડ રોયલ્સ ટકરાશે.

Download Our B K News Today App



Related News