મુંબઈ અને ચેન્નઈ વચ્ચે આજે ટાઇટલ માટે જંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 10:57:28
  • Views : 549
  • Modified Date : 2019-05-12 10:57:28

આઈપીએલની બે સૌથી સફળ ટીમો મુંબઈ અને ચેન્નઈ રવિવારે આઈપીએલની 12મી સિઝનના ટાઇટલ માટે એક-બીજાની આમને-સામને હશે. સંયોગ તે છે કે ચારનો આંકડો મહત્વનો થઈ ગયો છે. બંન્ને ટીમો ચોથા ટાઇટલ માટે ઉતરશે. બંન્ને ટીમો વચ્ચે આ ચોથો જંગ હશે. મુંબઈને ફાઇનલ પહેલા ચાર દિવસનો આરામ મળ્યો છે. આ સિઝનમાં મુંબઈની ટીમ ચેન્નઈને ત્રણવાર હરાવી ચુકી છે અને જો જીતે તો તેની ચોથી જીત હશે. રોહિત શર્માની આગેવાની વાળી મુંબઈએ અત્યાર સુધી ચાર ફાઇનલ રમી છે જેમાં ત્રણમાં ટાઇટલ કબજે કર્યું છે, જેમાં બે વખત 2013 અને 2015માં તે ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ હતી. તો ચેન્નઈ સુપરકિંગ્સે પોતાના આઠમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેના માટે આ સિઝન શાનદાર રહી વિશેષકરીને ગત વર્ષ બાદ જ્યારે બે વર્ષના પ્રતિબંધ બાદ વાપસી કરતા ટાઇટલ જીત્યું હતું. ભલે પરિણામ ગમે તે રહે, પરંતુ આ ફાઇનલ આ બંન્ને વચ્ચે કટ્ટરતાનો એક વધુ યાદગાર અધ્યાય જોડી દેશે. 

Download Our B K News Today App



Related News