આર્જેન્ટિનાની ફાઇનલ એ મેસ્સીની છેલ્લી મેચ

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-15 17:27:51
  • Views : 231
  • Modified Date : 2022-12-15 17:27:51

ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં આર્જેન્ટિનાનો સામનો ફ્રાન્સ અથવા મોરોક્કોમાંથી થશે. આર્જેન્ટિનાની ફૂટબોલ ટીમના કેપ્ટન અને સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ સ્પષ્ટ કર્યું છે કે તે 2022 ફિફા વર્લ્ડ કપ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લઈ લેશે. આ ફિફા વર્લ્ડકપની ફાઈનલ મેચમાં મેસ્સી છેલ્લી વખત પોતાના દેશ માટે રમતો જોવા મળશે. મેસ્સી પાસે આ મેચમાં પોતાની ટીમને ચેમ્પિયન બનાવીને વર્લ્ડકપ જીતવાની અને ગોલ્ડન બૂટ પોતાના નામે કરવાની છેલ્લી તક છે. આ મેચમાં મેસ્સી રોનાલ્ડોનો રેકોર્ડ તોડી શકે છે. આ વાતની લિયોનેલ મેસીએ પુષ્ટિ કરી છે કે તે આગામી 18 ડિસેમ્બરે ફિફા વર્લ્ડકપ 2022 ફાઇનલ પછી નિવૃત્તિ લેશે. આર્જેન્ટિનાના કેપ્ટન મેસ્સીએ ક્રોએશિયા સામેની સેમી ફાઈનલ મેચમાં પેનલ્ટી પર ગોલ કરીને તેની ટીમને ફાઇનલમાં પહોંચવામાં મદદ કરી હતી. તેના સિવાય, જુલિયન અલ્વારેઝે બે ઉત્તમ ગોલ કર્યા કારણ કે આર્જેન્ટિનાએ ક્રોએશિયાને 3-0થી હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કર્યું. આ પછી મેસ્સીએ સ્પષ્ટ કર્યું કે તે અંતિમ વખત પોતાના દેશ માટે ફાઇનલમાં રમશે.

ફિફા વર્લ્ડકપ 2022ની પહેલી સેમિફાઇનલમાં આર્જેન્ટિનાની ટીમ સામે ક્રોએશિયાની ટીમ હતી. આ મેચમાં લિયોનેલ મેસ્સીની ટીમે ગત વર્લ્ડકપની રનર્સઅપ ક્રોએશિયાને 3-0થી હરાવીને ફાઈવલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ મેચમાં મેસ્સીએ પ્રથમ ગોલ મેચના 34મી મિનિટમાં જ કર્યો હતો. આર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ પેનલ્ટી કોર્નર પર આ ગોલ કર્યો હતો. ફિફા વર્લ્ડકપ 2022માં મેસ્સીનો આ પાંચમો ગોલ હતો. ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં મેસ્સીના 11 ગોલ થયા હતા .

Download Our B K News Today App



Related News