ભારત-પાકિસ્તાનની મેચને લઈ ક્રિસ ગેઈલે સિવડાવ્યો ખાસ શૂટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-16 14:57:18
  • Views : 516
  • Modified Date : 2019-06-16 14:57:18

આજે રમાનાર ભારત અને પાકિસ્તાનની મેચને લઈને ન ફક્ત ક્રિકેટ ફેન્સ પણ ક્રિકેટરો પણ ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. દુનિયાભરના લોકો આ હાઈવોલ્ટેજ મેચની રાહ જોઈ રહ્યા છે. આ મેચ માટે યુનિવર્સલ બોસ એવાં ક્રિસ ગેઈલે પણ ખાસ તૈયારી કરીને એક શૂટ સિવડાવ્યો છે.

ક્રિસ ગેઈલે વર્લ્ડ કપના આ હાઈવોલ્ટેજ મુકાબલા માટે એક શૂટ સિવડાવ્યો છે. ક્રિસ ગેઈલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ખાસ શૂટની તસવીર શેર કરી છે. ક્રિસ ગેઈલે આ શૂટને ભારત-પાકિસ્તાન શૂટ નામ આપ્યું છે. આ શૂટમાં એકબાજુ ભારતનો ઝંડો તો બીજી બાજુ પાકિસ્તાનના ઝંડાની ડિઝાઈન છે.માનચેસ્ટરમાં રમાનાર આ મેચને જોવા માટે એક લાખથી વધારે લોકો આવવાની શક્યતા છે. જો કે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં દર્શકોની ક્ષમતા 23 હજાર જ છે. આ મહા મુકાબલામાં વરસાદ ખલેલ પાડશે તેવી આશંકા સેવાઈ રહી છે.

Download Our B K News Today App



Related News