મયંક અગ્રવાલે કરિયરની બીજી સદી ફટકારી, પુજારા 58 રને આઉટ થયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-10 15:01:43
  • Views : 543
  • Modified Date : 2019-10-10 15:01:43

ભારતે 58 ઓવરના અંતે 2 વિકેટે 191 રન કર્યા છે. મયંક અગ્રવાલ 105 રને અને વિરાટ કોહલી 4 રને રમી રહ્યા છે. અગ્રવાલે પોતાના ટેસ્ટ કરિયરની બીજી સદી ફટકારી છે. તે સહેવાગ પછી દ.આફ્રિકા સામે સતત બે ટેસ્ટમાં સદી ફટકારનાર બીજો ભારતીય ઓપનર બન્યો છે. સહેવાગે 2009માં પ્રોટિયાસ સામે સતત બે ટેસ્ટમાં સદી મારી હતી.ચેતેશ્વર પુજારા તેની 22મી ફિફટી મારીને રબાડાની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે 112 બોલમાં 9 ચોક્કા અને 1 છગ્ગાની મદદથી 58 રન કર્યા હતા. તેમજ બીજી વિકેટ માટે મયંક અગ્રવાલ સાથે 138 રનની ભાગીદારી કરી હતી. ઇનિંગ્સની શરૂઆતમાં પુજારાનો શૂન્ય રને બાવુમાએ ફોરવર્ડ શોર્ટ લેગ પર કેચ છોડ્યો હતો. ઓપનર રોહિત શર્મા 14 રને રબાડાની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો.પોતાની છઠી ટેસ્ટ રમી રહેલ મયંકનો પ્રથમ ઇનિંગ્સમાં સ્કોર:76 v ઓસ્ટ્રેલિયા, મેલબોર્ન, 77 v ઓસ્ટ્રેલિયા, સિડની, 5 v વેસ્ટ ઇન્ડિઝ, નોર્થ સાઉન્ડ, 55 v વેસ્ટ ઇન્ડિઝ, કિંગ્સ્ટન, 215 v દક્ષિણ આફ્રિકા, વિશખાપટ્ટનમ, 50* v દક્ષિણ આફ્રિકા, પુણે ભારતે ટોસ જીતીને બેટિંગ લીધી. ભારતના કપ્તાન વિરાટ કોહલીએ બીજી ટેસ્ટમાં પુણે ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. ભારતે પોતાની પ્લેઈંગ 11માં એક ફેરફાર કર્યો છે. હનુમા વિહારીની જગ્યાએ ઉમેશ યાદવ રમી રહ્યો છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની ટીમમાં ડેન પીટની જગ્યાએ ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજે રમી રહ્યો છે. દ.આફ્રિકા એશિયામાં સતત 9મી મેચમાં ટોસ હાર્યું છે.ભારતની પ્લેઈંગ 11: વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપક્પ્તાન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, રિદ્ધીમાન સાહા (વિકેટ કીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા અને મોહમ્મદ શમીદક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ 11: એડન માર્કરામ, ડીન એલ્ગર, બ્રૂઇન, ટેમ્બા બાવુમા, ફાફ ડુ પ્લેસિસ (કપ્તાન), ક્વિન્ટન દ કોક (વિકેટકીપર), વર્નોન ફિલેન્ડર, સેનુરન મુથુસામી, કેશવ મહારાજ, એનરિચ નોર્ટજે અને કગીસો રબાડા ભારત માટે સૌથી વધુ મેચમાં કપ્તાની:

ટેસ્ટખેલાડીજીત
60મહેન્દ્રસિંહ ધોની27
50*વિરાટ કોહલી29*
49સૌરવ ગાંગુલી21
47સુનિલ ગાવસ્કર9
47મોહમ્મદ અઝહર14
40એમકે પટૌડી9

અશ્વિન પાસે વાસ અને લિલીને પાછળ છોડવાની તક આ મેચમાં રવિચંદ્રન અશ્વિન પાસે શ્રીલંકાના ચામિંડા વાસ અને ઓસ્ટ્રેલિયાના ડેનિસ લિલીને પાછળ છોડવાની તક છે. અશ્વિને 66 ટેસ્ટમાં 350 વિકેટ લીધી છે. વાસે 111 અને લિલીએ 70 મેચમાં 355 વિકેટ લીધી છે. અશ્વિન જો મેચમાં 13 વિકેટ ઝડપે તો પૂર્વ પાકિસ્તાની ખેલાડી ઇમરાન ખાન અને ન્યૂઝીલેન્ડના ડેનિયલ વિટ્ટોરીને પણ પાછળ છોડી શકે છે. તેમજ ઓસ્ટ્રેલિયાના નેથન લાયન (363 વિકેટ)ની બરોબરી કરી લેશે. ઇમરાને 88 મેચમાં 362 વિકેટ અને વિટ્ટોરીએ 113 મેચમાં 362 વિકેટ લીધી છે.

Download Our B K News Today App



Related News