મયંકે 463 કિલોમીટર એન્ડુરોમેન રેસ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, આવું કરનાર પ્રથમ એશિયન બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 16:24:11
  • Views : 528
  • Modified Date : 2019-09-15 16:24:11

ભારતીય એથ્લીટ મયંક વૈદે 50 કલાક 24 મિનિટના રેકોર્ડ સમયમાં વિશ્વની સૌથી અઘરી રેસ એન્ડુરોમેન ટ્રાયથ્લોનને જીતી છે. તેણે પાછલા વર્લ્ડ રેકોર્ડને 2 કલાક 6 મિનિટના મોટા માર્જીનથી તોડ્યો છે. આ અગાઉ બેલ્જિયમના જુલિયન ડેનારે 52 કલાક 30 મિનિટમાં રેસ જીતી હતી. મયંક રેસ જીતનાર પ્રથમ એશિયન અને વિશ્વનો 44 મો રમતવીર બન્યો.એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યુમાં મયંકે કહ્યું કે, 'આ વિશ્વની સૌથી પોઇન્ટ-ટુ-પોઇંટ ટ્રાઇથલોન રેસ છે. વિશ્વમાં અત્યાર સુધીમાં ફક્ત 44 લોકો જ જીત્યા છે. આના કરતા વધુ લોકો એવરેસ્ટ પર ચઢ્યા છે. તે ખરેખર વિશ્વની સૌથી મુશ્કેલ ટ્રાયથ્લોન છે.સ્પર્ધકો 33.8 કિલોમીટર સ્વિમ કરીને ચેનલ પાર કરે છેએન્ડુરોમેન ટ્રાયથ્લોન રેસ લંડનના માર્બલ આર્કથી શરૂ થઈ. સ્પર્ધકોએ શરૂઆતમાં 140 રેસ લગાવી હતી. ત્યારબાદ સ્પર્ધકો કેન્ટના કાંઠેથી 33.8 કિમી દૂર તરીને ચેનલને પાર કરીને ફ્રાન્સના કાંઠે પહોંચ્યા. અહીંથી, સ્પર્ધકોએ પેરિસમાં રેસ પુરી કરવા માટે 289.7 કિમી સાયકલ ચલાવી હતી.

Download Our B K News Today App



Related News