મંધાના-હરમનપ્રીતની શાનદાર ઇનિંગના કારણે ટીમ ઈન્ડિયા જીતી, સિરીઝમાં 1-0ની લીડ મેળવી

  • Published By :
  • Published Date : 2022-09-19 14:59:20
  • Views : 389
  • Modified Date : 2022-09-19 14:59:20

ભારતીય કેપ્ટને ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ઇંગ્લેન્ડે 50 ઓવરમાં 7 વિકેટે 227 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી ડેવિડસન-રિચર્ડ્સે 50 રન કર્યા હતા, તો એક્લેસ્ટોને 31 રન કર્યા હતા. ટૉપ ઑર્ડરમાં સોફિયાએ 29 રન માર્યા હતા. ડેનિયલ વેટે પણ 43 રન કર્યા હતા. ભારતની 39 વર્ષની દિગ્ગજ ફાસ્ટ બોલર જુલન ગોસ્વામીએ 10 ઓવરમાં માત્ર 20 રન દીધા હતા. તો તેમને એક વિકેટ પણ મળી હતી. તેઓએ 42 ડૉટ બોલ ફેંક્યા હતા. દીપ્તિ શર્માએ 33 રન આપીને 2 વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલર મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, સ્નેહ રાણા અને હરલિનને 1-1 વિકેટ મળી હતી. 228 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી નહોતી અને શેફાલી શર્મા 1 રન કરીને આઉટ થઈ હતી. આ પછી સ્મૃતિ મંધાના (91) અને યાસ્તિકા ભાટિયા (50) વચ્ચે 96 રનની પાર્ટનરશિપ થઈ હતી. યાસ્તિકા 50 રન કરીને ડિનની બોલિંગમાં આઉટ થઈ હતી. આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌરે 74 રનની ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી.

Download Our B K News Today App



Related News