વર્લ્ડ કપની પહેલી જ મેચમાં મેજર અપસેટ : નામિબિયાએ એશિયન ચેમ્પિયન શ્રીલંકાને 55 રને હરાવ્યું

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-16 14:58:27
  • Views : 253
  • Modified Date : 2022-10-16 14:58:27

    વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ પહેલી જ મેચમાં જોવા મળ્યો છે. રવિવારે રમાયેલી ક્વોલિફાઈંગ મેચમાં નામિબિયાએ શ્રીલંકા જેવી દિગ્ગજ ટીમને 55 રને પરાજય આપ્યો હતો. નામિબિયાએ 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શ્રીલંકાની આખી ટીમ 108 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. નામિબિયાના ઓલરાઉન્ડરોએ મેચનો પાસા ફેરવી નાખ્યો. જેન ફ્રાયલિંક અને જેજે સ્મિટે 69 રનની ભાગીદારી નોંધાવી હતી. બંનેએ મળીને આ મેચમાં શ્રીલંકાની ત્રણ મહત્વની વિકેટો પણ લીધી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં જ શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને એશિયા કપમાં હરાવીને ચેમ્પિયન બન્યું હતું.આ જીતનો હીરો જેન ફ્રાયલિંક હતો. તેણે ઓલરાઉન્ડ પરફોર્મંસ આપ્યું હતું. ફ્રાયલિંકે 28 બોલમાં 44 રન બનાવ્યા હતા. ત્યારપછી બે મહત્વની વિકેટ પણ લીધી હતી. તેના સિવાય ડેવિડ વિઝે, બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ અને બેન શિકોન્ગોને પણ બે-બે વિકેટ મળી હતી. ફ્રાયલિંકને પ્લેયર ઓફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.

 

 

Download Our B K News Today App



Related News