લેવનદોસ્કી મેસી-રોનાલ્ડોથી આગળ, કોરોનાને લીધે સ્પેનિશ ક્લબોને 5.4 હજાર કરોડ રૂપિયાનું નુકસાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 14:56:25
  • Views : 396
  • Modified Date : 2020-12-21 14:56:25

    વર્ષ સમાપ્ત થવામાં થોડા જ દિવસો બાકી છે. 2020ની શરૂઆત સારી રહી હતી, પરંતુ તે પછી કોરોનાવાયરસથી સ્પોર્ટિંગ એક્ટિવિટી બંધ કરી દીધી. વર્ષના અંતે, આર્જેન્ટિનાના ડિએગો મેરાડોના અને ઇટાલીના પાઉલો રોસી જેવા દિગ્ગજ ફૂટબોલરોએ વિશ્વને અલવિદા કહ્યું. આ વર્ષ પોલેન્ડના સ્ટાર ફુટબોલર રોબર્ટ લેવનદોસ્કી માટે ખૂબ જ ખાસ રહ્યું. સીઝનમાં પ્રથમ વખત, તેણે સૌથી વધુ ગોલ ફટકારવામાં લિયોનલ મેસી અને ક્રિસ્ટીયાનો રોનાલ્ડોને પાછળ છોડી દીધા. કોરોનાને કારણે, ફૂટબોલ જગતને પણ આર્થિક નુકસાન થયું. સ્પેનિશ ક્લબોએ સૌથી વધુ નુકસાન સહન કર્યું. ડોમેસ્ટિક લીગ લા લિગાએ ક્લબોની સેલેરી કેપમાં 600 મિલિયન યુરો (લગભગ 5413 કરોડ રૂપિયા)નો ઘટાડો કર્યો છે. લેવનદોસ્કી ફિફા પ્લેયર ઓફ ધ યર.. જર્મન ક્લબ બાયર્ન મ્યુનિકના લેવનદોસ્કીને હાલમાં જ ફિફા બેસ્ટ ફૂટબોલર જાહેર કરવામાં આવ્યો હતો. ગયા વર્ષના વિજેતા મેસી અને રોનાલ્ડોને પાછળ છોડીને તેણે આ એવોર્ડ જીત્યો. 32 વર્ષીય લેવનદોસ્કીએ ગઈ સીઝનમાં 47 મેચમાં 55 ગોલ કર્યા હતા. તે આધારે જ તેને આ એવોર્ડ આપવામાં આવયો હતો.


2020માં આપણે ફૂટબોલ લીજેન્ડ ડિએગો મેરાડોનાને ગુમાવી દીધા. તેમણે 1986માં આર્જેન્ટિનાને વર્લ્ડ કપ જિતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ ટૂર્નામેન્ટમાં તેમનો વર્લ્ડ ફેમસ ગોલ પણ સામેલ છે, જેને હેન્ડ ઓફ ગોડના નામથી ઓળખવામાં આવે છે. આ ગોલની મદદથી જ આર્જેન્ટિનાએ ઇંગ્લેન્ડને ટૂર્નામેન્ટની બહાર કરી દીધું હતું.

    મેરાડોનાએ 91 મેચમાં 34 ગોલ કર્યા હતા. તેમણે 1986 સહિત 4 ફૂટબોલ ટૂર્નામેન્ટ રમી હતી. 1986ના વર્લ્ડ કપમાં તે આર્જેન્ટિનાના કેપ્ટન હતા, તેમજ ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ પ્લેયર પણ જાહેર થયા હતા. તેમણે ગોલ્ડન બોલ એવોર્ડ જીત્યો હતો.એક જ વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ અને બોલ એવોર્ડી રોસી પણ ન રહ્યા ઇટાલીના દિગ્ગજ ફૂટબોલર રહેલા પાઉલો રોસીનું 64 વર્ષની વયે 9 ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. રોસી 1982માં ફિફા વર્લ્ડ કપ જીતનાર ટીમનો ભાગ હતા. તેમણે આ વર્લ્ડ કપમાં સૌથી વધુ 6 ગોલ કર્યા હતા. ફાઇનલમાં તેમણે વેસ્ટ જર્મની સામે એક ગોલ કર્યો હતો. તેના લીધે જ ઇટાલી 3-1થી ફાઇનલ જીતી હતી. રોસી એક જ વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ અને ગોલ્ડન બોલ જીતનાર ત્રણ ખેલાડીઓમાંથી એક છે.

    માર્ચથી બંધ થયેલ ફૂટબોલની રમત મે મહિનામાં ટ્રેક પર આવવા લાગી હતી. સૌથી પહેલા જર્મનીમાં બુંદેસલિગા ટૂર્નામેન્ટને 16 મે ના રોજ શરૂ કરવામાં આવી હતી. પછી ધીરે ધીરે સ્પેનિશ લીગ લા લિગા, ઇટાલીમાં સીરી-એ અને ઇંગ્લેન્ડમાં ઇંગ્લિશ પ્રીમિયર લીગ પણ શરૂ થઈ ગઈ. અંતે ઓગસ્ટમાં UEFA ચેમ્પિયન્સ લીગ અને યુરોપા લીગ પણ રમાઈ. જોકે, ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશવાની અનુમતિ મળી નહોતી.

Download Our B K News Today App



Related News