યુવરાજ સિંહ અને રવિ શાસ્ત્રીને પાછળ છોડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-03 16:24:51
  • Views : 499
  • Modified Date : 2023-03-03 16:24:51

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બુધવારે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના ત્રીજી ટેસ્ટનો પ્રથમ દિવસ હતો. રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ભારતીય ટીમ માત્ર 33.2 ઓવરમાં 109 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી ઉમેશ યાદવે નાની ઈનિંગ રમીને ફેન્સનું મનોરંજન કર્યું અને આ દરમિયાન તેણે વિરાટ કોહલીના એક રેકોર્ડની બરોબરી કરી છે. ઉમેશ યાદવ આક્રમક બેટિંગ કરવા માટે જાણીતો છે અને તેણે ભારતની ખરાબ સ્થિતિમાં દબાવનો અનુભવ કર્યો નહીં. ઉમેશ યાદવે મેથ્યૂ કુહનેમન અને ટોડ મર્ફીના બોલ પર સિક્સ ફટકારી હતી.

આ રીતે ઉમેશ યાદવે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના છગ્ગાની સંખ્યાને 24 પર પહોંચાડી અને વિરાટ કોહલીની બરોબરી કરી. ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ પણ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 24 સિક્સ ફટકારી છે. તો ઉમેશ યાદવે પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી અને યુવરાજ સિંહને પાછળ છોડી દીધા છે. રવિ શાસ્ત્રી અને યુવરાજ સિંહે ટેસ્ટ કરિયરમાં 22-22 સિક્સ ફટકારી હતી.

નોંધનીય છે કે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગના નામે નોંધાયેલો છે. સેહવાગે પોતાના ટેસ્ટ કરિયરમાં 91 સિક્સ ફટકારી છે. આ લિસ્ટમાં બીજા સ્થાન પર પૂર્વ કેપ્ટન એમએસ ધોની 78 સિક્સ સાથે છે. સચિન તેંડુલકર 69 સિક્સ સાથે આ ક્રમમાં ત્રીજા સ્થાને છે. તો રોહિત શર્મા (68) અને કપિલ દેવ (61) ક્રમશઃ ચોથા અને પાંચમાં સ્થાને છે.

Download Our B K News Today App



Related News