ક્રિકેટ : ચહલનો ખુલાસો, રવિન્દ્ર જાડેજાને લઈ કુલદિપ યાદવનું ટીમ ઇન્ડીયામાં સામેલ થવું મુશ્કેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-21 15:34:06
  • Views : 439
  • Modified Date : 2021-05-21 15:34:06

    ભારતીય ટીમમાંથી કુલદિપ યાદવને બહાર રહેવાને લઇને અનેક ચર્ચાઓ વર્તાતી રહે છે. કેટલાક ખાસ મોકા દરમ્યાન પણ કુલદિપ કોઇના કોઇ બહાને બહાર રહ્યો છે. પરિણામે આલોચકો અને વિશ્લેષકો માટે કુલદિપ યાદવ એક મુદ્દો બની રહેતો હોય છે.કાંડાથી બોલને સ્પિન કરાવતો કુલદીપ યાદવ અને લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ બંને એક સાથે ભારતીય ટીમ માં જૂન 2019માં છેલ્લે સાથે રમ્યા હતા. ત્યાર બાદ કુલદિપના નસિબમાં દરેક મોકે તરસતા રહેવાનો જ વારો આવ્યો છે.

    ઇંગ્લેંડ સામે વિશ્વકપ 2019 ની લીગ મેચ હતી, જેમાં ચહલ અને કુલદિપ યાદવ બંને સાથે સાથે રમ્યા હતા. જેમાં ચહલે વિકેટ મેળવ્યા વિના જ 88 રન લુટાવ્યા હતા. જ્યારે કુલદિપ યાદવ એ એક વિકેટ લઇને 72 રન આપ્યા હતા. બંને સ્પિનરો મર્યાદિત ઓવરોની મેચમાં લાંબો સમય સુધી ટીમમાં નિયમીત રીતે હિસ્સો રહ્યા હતા. જોકે હવે ભાગ્યે જ બંનેને સાથે રમવાનો મોકો મળી શકે છે.ભારતને આમ તો સારી સફળતા ત્યારે જ મળી હતી, જ્યારે બંને એક સાથે ટીમમાં રમતા હતા. તેમની જાણીતી બનેલી ભાગીદારીને લઇને તે જોડીને કુલ-ચા નામ પણ ઓપવામાં આવ્યુ હતુ. જોકે બંને ને હવે એક સાથે રમવાનો મોકો મળી નથી રહ્યો. જો કોઇ બંનેમાંથી એક ને મોકો મળે છે તો, એ યુઝવેન્દ્ર ચહલ છે. કારણ કે કુલદિપ યાદવ જો ટીમમાં હોય છે તો તે બેંચ પર બેઠેલો જોવા મળે છે.

    આ દરમ્યાન યુઝવેન્દ્ર ચહલ એ ખુલાસો કરતા કહ્યુ છે કે, તેને અને કુલદિપને સાથે મોકો મળી શકતો હતો. મિડીયા રિપોર્ટસ મુજબ ચહલે કહ્યુ કે, ટીમ સંયોજનને લઇને બંને ને એક સાથે રમવાનો મોકો નથી મળતો. પ્લેયીંગ ઇલેવનમાં જો રવિન્દ્ર જાડેજા છે, તો બંનેનુ સાથે રમવાનો સમિકરણ રચાતુ નથી. ચહલે બતાવ્યુ કે, જ્યારે હાર્દિક પંડ્યા ઝડપી બોલીંગ કરવા વાળો ઓલરાઉન્ડર ટીમમાં હતો તો તેની સાથે રમવાનો મોકો મળતો હતો. તેણે કહ્યુ કે, જ્યારે કુલદીપ યાદવ અને હું સાથે રમતા હતા તો, હાર્દિક પંડ્યા પણ હતો અને તે બોલીંગ પણ કરતો હતો. 2018માં હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયો હતો અને રવિન્દ્ર જાડેજા એક ઓલરાઉન્ડરના રુપમાં મર્યાદિત ઓવરમાં પરત ફર્યો હતો. જે નિચલા મધ્યક્રમમાં સાતમા સ્થાને બેટીંગ કરતો હતો. દુર્ભાગ્ય થી તે એક સ્પિનર છે, જો તે ઝડપી બોલર હોત તો અમે એક સાથે રમી શકતા હોત. આ ટીમની માગ હતી.

 

 

 

Download Our B K News Today App



Related News