કુલદીપના આંસુ છલકાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-20 08:37:24
  • Views : 603
  • Modified Date : 2019-04-20 08:37:24

આઈસીસી વર્લ્ડ કપ હવે  દૂર નથી અને ટીમ ઈન્ડિયાના મેચ વિનર સ્પિનર કુલદીપ યાદવ મેદાન પર રડી રહ્યો છે. જેણે પણ શુક્રવારે બેંગલુરુ અને કોલકાતાની વચ્ચે થયેલા મુકાબલામાં આ તસવીર જોઈ તે હેરાન રહી ગયું. પોતાની ફિરકીના દમે વિરોધી બેટ્સમેનને નચાવનારો કુલદીપ યાદવના મેદાનની વચ્ચે આંસુ છલકાઈ ગયા  હતા. બેંગલોરની વિરુદ્ધ કુલદીપ યાદવે 4 ઓવરમાં 59 રન નોંધાવ્યા. તેણે 50 રન તો સિક્સર અને ફોરથી જ આપી દીધા. પોતાની ખૂબ જ ખરાબ પ્રદર્શન પર હતાશ થઈને કુલદીપ યાદવ રડવા લાગ્યો. કુલદીપને કોઈક રીતે તેના સાથીઓએ શાંત કરાવ્યો  પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું.

Download Our B K News Today App



Related News