KKRના બે ખેલાડી કોરોના પોઝિટિવ, અમદાવાદમાં આજે RCB સામેની મેચ રદ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-03 13:07:32
  • Views : 664
  • Modified Date : 2021-05-03 13:07:32

    કોરોના કહેર હવે આઈપીએલ ઉપર પણ જોવા મળી રહ્યો છે. આજે થનારી કોલકાતા નાઈડ રાઈડર્સ અને બેંગલુરુની મેચ રદ કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોલકાતાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને ત્યારપછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    ક્રિકેટ વેબસાઇટ ઇએસપીએન ક્રિકઇન્ફોએ મેચ રદ કર્યાની જાણકારી આપી છે. આ તરફ બીસીસીઆઈના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે, KKRના વરૂણ ચક્રવર્તી અને સંદીપ વોરિયર્સને કોરોનાથી સંક્રમણ લાગ્યું છે. IPLના નિયમો અનુસાર આ બંને ખેલાડીઓને બાયોબબલમાં રાખવામાં આવ્યા હતા. સંક્રમણના સમાચારથી બેંગલુરુના બેડામાં પણ ચિંતા જણાઈ હતી અને મેચ રમવા અંગે વધુ ઉત્સુકતા જોવા મળી નહતી.

    આઈપીએલની 14મી સીઝનની 30મી મેચમાં સોમવારે અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો મુકાબલો કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) સામે થવાનો હતો. આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની હતી. કોરોના સંક્રમણના સમયગાળા દરમિયાન બીસીસીઆઈએ મજબૂત 'બાયો-બબલ'નો હવાલો આપ્યો હતો, ત્યારબાદ અત્યાર સુધી 29 મેચ સફળતાપૂર્વક પૂર્ણ કરાવાઈ છે. ચેન્નઈ અને મુંબઈના તબક્કાની તમામ મેચ પૂર્ણ થઈ. પરંતુ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની સીઝનની 30મી મેચ હાલના સમય માટે રદ કરવામાં આવી છે.IPL-2021ની શરૂઆત પહેલા જ ઘણા ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા. કોલકાતા નાઈટ રાઇડર્સના નીતીશ રાણા, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના દેવદત્ત પડિક્કલ, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ, એનરિચ નોર્ખિયા અને ડેનિયલ સિમ્સને પણ સંક્રમિત થઈ ચૂક્યા છે. દેશમાં દિલ્હી સહિત 6 જગ્યાએ IPL યોજાઇ રહી છે. આવી સ્થિતિમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાથી ખેલાડીઓમાં સંક્રમણ લાગવાનું જોખમ વધી જાય છે.


Download Our B K News Today App



Related News