KKR vs SRH : કૃષ્ણાના તીખા બાઉન્સરથી ગળાના ભાગે નબી ઈજાગ્રસ્ત, ફિફ્ટી પછી રાણાએ અતરંગી અંદાજમાં સેલિબ્રેશન કર્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 11:54:51
  • Views : 377
  • Modified Date : 2021-04-12 11:56:15

    PL 2021ની ત્રીજી મેચમાં કોલકાતાએ SRHને 10થી હરાવ્યું છે. ચેન્નઈની ટર્નિંગ પિચ પર રમાયેલી આ મેચ અત્યંત રસપ્રદ રહી હતી. મેચમાં SRHની ટીમ ચેઝ કરવા માટે ઊતરી ત્યારે એના ઓલરાઉન્ડર બેટ્સમેન નબી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં બચ્યો હતો.ઈનિંગની 16મી ઓવરના ચોથા બોલ પર નબીને ગળાના ભાગે બોલ વાગ્યો હતો. આ તીખો બાઉન્સર પ્રસિદ્ધ કૃષ્ણાએ માર્યો હતો. ત્યાં જ KKRના ઓપનર નીતીશ રાણાએ લીગમાં પોતાની 12માં અડધી સદી ફટકારી હતી. આ ફિફ્ટી માર્યા પછી તેણે ત્રણ આંગળી બતાવીને અલગ અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું, જોકે હજુ સુધી આની પાછળ રહેલો સંદેશો જાણી શકાયો નથી.



    મેચમાં બન્ને ટીમ તરફથી 2-2 ફિફ્ટી લગાવાઈ હતી. KKR તરફથી રાણાની સાથે અલાવા રાહુલ ત્રિપાઠીએ અડધી સદી ફટકારી હતી. તેમની ટીમે 6 વિકેટના નુકસાને 187 રન બનાવ્યા હતા. જેના જવાબમાં હૈદરાબાદની ટીમના જૉની બેયરસ્ટો અને મનીષ પાંડેએ અડધી સદી મારી હતી. બન્ને ખેલાડીઓના સારા પ્રદર્શન કરવા છતાં SRHને હારનો સામનો કરવો પડ્યો હતો.

Download Our B K News Today App



Related News