2011-12ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ વખતે ટીમમાંથી ડ્રોપ થવાનો હતો કોહલી, ધોનીએ કર્યો હતો સપોર્ટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 13:21:00
  • Views : 383
  • Modified Date : 2020-12-14 13:21:00

    ભારતના પૂર્વ બેટ્સમેન સંજય માંજરેકરે જૂના દિવસો યાદ કરતા કહ્યું કે, વિરાટ કોહલીનું કરિયર 2011-12ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન બદલાઈ ગયું હતું. ત્યારે કોહલી ટીમમાંથી ડ્રોપ થવાનો હતો, પરંતુ તેણે અંતિમ બે મેચમાં સારું પ્રદર્શન કરીને પોતાનું સ્થાન સિમેન્ટ કર્યું હતું.

  •     માંજરેકરે કોહલીને સપોર્ટ કરવા બદલ પૂર્વ કપ્તાન ધોનીને ક્રેડિટ આપ્યું છે. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બે ટેસ્ટમાં માત્ર 11, 0, 23 અને 9 રન કર્યા હતા. તે પહેલાં વેસ્ટ ઇન્ડિઝ સામેની 3 ટેસ્ટમાં પણ માત્ર 76 રન બનાવ્યા હતા. ધોનીએ સપોર્ટ કરતા કોહલીએ મળેલી તકનો ફાયદો ઉઠાવ્યો હતો. તેણે પર્થ ખાતેની ત્રીજી ટેસ્ટમાં 44 અને 75 રન, જ્યારે એડિલેડ ખાતે અંતિમ ટેસ્ટમાં સેન્ચુરી મારી હતી. ભારત 0-4થી સીરિઝ હાર્યું, પરંતુ કોહલી- ધ બેટ્સમેનના ક્રિકેટિંગ પિકની શરૂઆત થઈ. માંજરેકરે કહ્યું કે, વિરાટ કોહલી એ વિરાટ કોહલી છે. તે હંમેશા રન બનાવવાની રીત શોધી લે છે.વિરાટ કોહલીએ 2011-12ની સીરિઝમાં સદી મારી હતી. ભારતનો વ્હાઇટવોશ થયો હતો પરંતુ મને યાદ છે કે સીરિઝમાં ભારત વતી કોહલી સિવાય અન્ય કોઈ બેટ્સમેને સેન્ચુરી મારી નહોતી. સિડની ટેસ્ટ પછી તે ડ્રોપ થવાનો હતો, પરંતુ ધોનીએ તેને સપોર્ટ કર્યો અને ત્યારબાદ કોહલીએ પર્થ અને એડિલેડ ખાતે સારું પ્રદર્શન કર્યું હતું.
    •     ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 ટેસ્ટ સીરિઝની પહેલી મેચ 17 ડિસેમ્બરના રોજ એડિલડ ખાતે રમાશે. આ વિદેશમાં ભારતની પ્રથમ ડે-નાઈટ ટેસ્ટ હશે, જે પિન્ક બોલથી રમાશે. માંજરેકરે કહ્યું કે, એડિલેડની પિચ ભારત જેવી જ છે. અહીં બાઉન્સ આપણી પિચ જેવો જ હોય છે. અને અહીં આપણા બેટ્સમેન રન કરતા આવ્યા છે. જોકે, આ મેચ પિન્ક બોલથી રમાવવાની હોવાથી તેના અલગ જ પડકાર હશે.

Download Our B K News Today App



Related News