કોહલી ICC ક્રિકેટર ઓફ ધ ડેકેડ બન્યાં, ધોનીને સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 16:32:37
  • Views : 380
  • Modified Date : 2020-12-28 16:32:37

    ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ સોમવારે ક્રિકેટ એવોર્ડ્સના વિજેતાઓના નામની જાહેરાત કરી છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને 'સર ગારફીલ્ડ સોબર્સ મેલ ક્રિકેટર ઓફ ધ ડેકેડ' (2011-2020) અને 'વનડે પ્લેયર ઓફ ધ ડેકેડ' એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આ ઉપરાંત ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ ઓફ ધ ડેકેટ માટે પસંદ કરવામાં આવ્યા છે.

    કોહલીએ 2011થી 2020 સુધી ટેસ્ટ, વનડે અને ટી-20 ઈન્ટરનેશનલ મળીને 20,396 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 66 સેન્ચુરી અને 94 હાફ સેન્ચુરી ફટકારી છે. કોહલીએ આ દરમિયાન 70 ઈનિંગ્સમાં 56.97ની એવરેજથી રન બનાવ્યાં છે. તેઓ 2011માં વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડિયામાં પણ સામેલ હતા. તો માત્ર વનડેમાં કોહલીએ આ દશકામાં 61.93ની એવરજેથી 10 હજારથી વધુ રન બનાવ્યાં છે. આ દરમિયાન કોહલીએ 39 સેન્ચુરી અને 48 ફિફ્ટી લગાવી છે. છેલ્લાં 10 વર્ષમાં વનડેમાં તેઓએ 112 કેચ પકડ્યા છે.આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથને 'ટેસ્ટ પ્લેયર ઓફ ધ ડેકેડ' તરીકે પસંદ કર્યો છે. સ્મિથે 2011થી 2020 વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં 65.79ની સરેરાશથી 7,040 રન બનાવ્યા.આ દરમિયાન તેમની સરેરાશ ટેસ્ટના હાલના ટોપ-50 બેટ્સમેનથી સૌથી વધુ છે. આ દરમિયાન તેઓએ 26 સેન્ચુરી અને 28 ફિફ્ટી મારી છે.

Download Our B K News Today App



Related News