કોહલીએ કેપ્ટન તરીકેની 20મી ટેસ્ટ સદી સાથે રેકોર્ડ તોડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-24 18:19:41
  • Views : 504
  • Modified Date : 2019-11-24 18:19:41

ભારતીય કેપ્ટન કોહલીએ બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટ મેચમાં રેકોર્ડ  સદી ફટકારવાની સાથે ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડયું હતુ. જેમાં કોહલીએ આ સાથે ટેસ્ટ કેપ્ટન તરીકે ૨૦મી ટેસ્ટ સદી ફટકારીને ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં કેપ્ટન તરીકે સર્વાધિક સદી ફટકારવામાં ઓસ્ટ્રલિયાના રિકી પોન્ટિંગને પાછળ રાખી દીધો હતો. જેમાં પોન્ટિંગે ટેસ્ટમાં કેપ્ટન તરીકે ૧૯ સદી ફટકારી હતી. આમ સાઉથ આફ્રિકાનો ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ ટોચનું સ્થાન ધરાવે છે. જેમાં સ્ટીવ સ્મિથે ટેસ્ટ કેપ્ટન તરીકે ૨૫ સદી ફટકારી હતી. ત્યારે કોહલી તેના રેકોર્ડથી હવે માત્ર પાંચ ટેસ્ટ સદી દૂર છે. આમ કોહલી ડે-નાઈટ ટેસ્ટ મેચમાં ભારત તરફથી સૌપ્રથમ ટેસ્ટ સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.ભારતીય કેપ્ટન કોહલીએ બાગ્લાદેશ સામેની ડે-નાઈટ સેટ્ મેચમાં કારકિર્દીની ૨૭મી સદી ફટકારતાં અનોખો ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૦મી ટેસ્ટ સદી ફટકારી હતી.કોહલીની વન ડેમાં ૪૩ સદી છે.આમ કોહલીએ સૌથી ઓછી ઈનિંગમાં ૭૦ ઈન્ટરનેશનલ સદી પૂરી કરવાના તેંડુલકરના રેકોર્ડને તોડી નાંખ્યો હતો. કોહલીએ કારકિર્દીની ૪૩૮મી ઈનિંગમાં ૭૦મી સદી નોંધાવી હતી. જ્યારે ભારતીય કેપ્ટને તેંડુલકર કરતાં ૬૭ ઈનિંગ ઓછી લઈને નવો વિશ્વકીર્તિમાન સ્થાપિત કર્યો હતો.તેંડુલકરે કારકિર્દીની ૭૦મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી ત્યારે તે ૫૦૫મી ઈનિંગ રમી રહ્યો હતો. આ યાદીમાં બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ હતો, જે હવે ત્રીજા ક્રમે ફેંકાયો છે. પોન્ટિંગે ૬૪૯ ઈનિંગમાં ૭૦ આંતરરાષ્ટ્રીય સદી પૂરી કરી હતી.

Download Our B K News Today App



Related News