ધોનીએ નિવૃત્તિ મુદ્દે કોઇ વાત કરી નથી કોહલીની કબૂલાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-11 11:28:50
  • Views : 515
  • Modified Date : 2019-07-11 11:28:50

માન્ચેસ્ટરના મેદાન પર ભારતની સેમિફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર થયા બાદ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદમાં તમામ પ્રશ્નોના ખુબજ નિખાલસ જવાબ આપ્યા હતા. સાથે સાથે એમ પણ કહ્યું હતું કે, ટીમ પરિણામથી દુખી થઇ છે પરંતુ નિરાશ થઇ નથી. ૪૫ મિનિટની ખરાબ રમતથી અમે સ્પર્ધામાંથી બહાર થયા છે. ન્યુઝીલેન્ડની ટીમ આજે શરૂઆતથી દબાણ લાવવામાં સફળ રહી હતી. ૨૪૦ રન જીતવા માટેનો સ્કોર હતો. ૨૪૦ રનનો સ્કોર કોઇપણ વિકેટ ઉપર કોઇપણ ટીમ સામે પીછો કરીને પાર પાડવામાં ભારતીય ટીમને તકલીફ ન હતી પરંતુ આજે ૪૫ મિનિટ ખરાબ રમતથી બાજી બદલાઈ હતી. શરૂઆતની ચાર વિકેટ ૨૪ રનમાં પડ્યા બાદ જ્યારે પંડ્યા અને પંત જામી ગયા હતા ત્યારે પંતે ખોટો ફટકો માર્યો હતો કે કેમ તે અંગે પૂછવામાં આવતા વિરાટ કોહલીએ કહ્યું હતું કે, પંત ઉભરતા ખેલાડી તરીકે છે જ્યારે તે નવો આવ્યો હતો તેનાથી પણ આ રીતની ભુલો થતી હતી તેને પણ દુખ છે અને એક ઉભરતા ખેલાડીને આ બધી ચીજા શીખવાની તક છે. પંતને સારીરીતે મેચની Âસ્થતિ અંગે માહિતી હતી. પંતને કોઇરીતે દોષિત ગણી શકાય નહીં. મેચમાં આ પ્રકારના બનાવ
બનતા રહે છે. જ્યારે બેટ્‌સમેનો વિકેટ ઉપર રહે છે ત્યારે તેઓ પરિÂસ્થતિ અનુસાર જ બેટિંગ કરતા રહે છે. જ્યારે ભારતીય ટીમ હવે વેસ્ટઇÂન્ડઝના પ્રવાસે જનાર છે ત્યારે મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃત્તિને લઇને તેમની સાથે અથવા તો અન્ય કોઇની સાથે વાત કરી છે કેમ તે અંગે પૂછવામાં આવતા કોહલીએ કહ્યું હતું કે, ધોનીએ કોઇની સાથે આવી કોઇ વાત કરી નથી.

Download Our B K News Today App



Related News