કેએલ રાહુલને ફરી તક મળશે : કોચ દ્રવિડે કહ્યું- તે ઓસ્ટ્રેલિયાની પરિસ્થિતિથી વાકેફ છે, બાંગ્લાદેશ સામે રમશે

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-11-01 17:03:54
  • Views : 215
  • Modified Date : 2022-11-01 17:03:54

    ટીમ ઈન્ડિયાના ઓપનર કેએલ રાહુલ માટે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ સારી રહી નથી. તેને સતત ચાન્સ આપવા માટે લોકો ટીમ મેનેજમેન્ટને પણ આડે હાથ લઈ રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે કેએલ રાહુલ ફોર્મમાં નથી, તો તેની જગ્યાએ રિષભ પંતને તક આપવી જોઈએ. તેને ઓપનીંગમાં મોકલવો જોઈએ.કેએલ રાહુલ પર સવાલો ઊઠી રહ્યા છે. તેના જવાબમાં કોચે જણાવ્યું હતું કે 'રાહુલ શાનદાર પ્લેયર છે. તેનો ટ્રેક રેકોર્ડ ઘણો સારો છે. મારા મતે તો તે સારી બેટિંગ કરી રહ્યો છે. આ બધું તો T20 ક્રિકેટમાં નોર્મલ છે. ઓપનીંગમાં બેટિંગ કરવી એ સૌથી અઘરી છે.'

કોચે વધુમાં કહ્યું હતું કે 'આ ટૂર્નામેન્ટ કોઈ રીતે આસાન નથી. અમે રાહુલની પ્રોસેસ ઉપર ભરોસો છે. તે ઓલરાઉન્ડ પ્લેયર છે. અને ઓસ્ટ્રેલિયાની કંડિશનને તે સારી રીતે સમજે છે. આશા છે કે તે હવેની મેચમાં સારુ પ્રદર્શન કરશે.'દ્રવિડે વધુમાં જણાવ્યું હતું કે 'અમે હંમેશા ખેલાડીઓ સાથે વાતચીત કરીએ છીએ. અમારા રિલેશન સારા છે અને રાહુલ જાણે છે કે તેને ટીમનો સપોર્ટ છે. ટીમ મેનેજમેન્ટ અને પ્લેયર્સ વચ્ચે ક્લૈરિટી છે. તેના કરિયરમાં આવો ખરાબ સમય પહેલા પણ આવ્યો છે. અને તેણે હંમેશા કમબેક કર્યું છે. કેપ્ટન રોહિતને પણ પોતાના પ્લેયર્સ ઉપર પૂરો ભરોસો છે. અમે જાણીએ છીએ કે રાહુલ એટેકિંગ રમી શકે છે.'સુપર-12 સ્ટેજમાં 3 મેચમાં કેએલ રાહુલ કંઈ ખાસ ચાલ્યો નથી. જોકે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સામે પ્રેક્ટિસ મેચ અને ઓસ્ટ્રેલિયાની સામે વોર્મ-અપ મેચમાં તેણે બે ફિફ્ટી મારી હતી. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સામે 54 બોલમાં 74 રન કર્યા હતા. તો ઓસ્ટ્રેલિયા સામેની વોર્મ-અપ મેચમાં 57 રન બનાવ્યા હતા.

 

Download Our B K News Today App



Related News