કાયરન પોલાર્ડને વેસ્ટ ઇન્ડિઝની વનડે અને ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-10 13:16:12
  • Views : 412
  • Modified Date : 2019-09-10 13:16:12

વેસ્ટ ઇન્ડીઝે કાયરન પોલાર્ડને લિમિટેડ ઓવરોની ટીમોના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝના પ્રમુખ રિકી સ્ક્રિરેટે સોમવારે (9 સપ્ટેમ્બર) ત્રિનિદાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આ અંગે જાહેરાત કરી હતી. પોલાર્ડ છેલ્લે ઓક્ટોબર 2016માં (પાકિસ્તાન સામે) વનડે રમ્યો હતો. પોલાર્ડે વનડેમાં જેસન હોલ્ડર અને ટી-20માં કાર્લોસ બ્રેથવેટને કેપ્ટન તરીકે રિપ્લેસ કર્યા છે. હોલ્ડર ટેસ્ટ ટીમના કપ્તાન તરીકે ફરજ નિભાવતો રહેશે.આગામી લક્ષ્યાંક ટી-20 ટાઇટલ ડિફેન્ડ કરવાનું છેકેપ્ટન તરીકે પોલાર્ડ સૌથી પહેલા નવેમ્બરમાં અફઘાનિસ્તાન સામે ત્રણ ટી -20 અને ત્રણ વનડે મેચોની સીરિઝ રમશે. આ સીરિઝ ભારતમાં રમાવવાની છે. કપ્તાન બન્યા પછી મીડિયા સાથે વાત કરતા પોલાર્ડે કહ્યું કે, "હું આખી દુનિયામાં ફ્રેન્ચાઇઝ ક્રિકેટ રમ્યો છું અને તે અનુભવનો ઉપયોગ વેસ્ટ ઈન્ડિઝની કપ્તાની કરવામાં મને મદદ કરશે." "કેપ્ટન તરીકે ટૂંકા ગાળામાં, તાત્કાલિક લક્ષ્ય ટી -20 વર્લ્ડ કપનું ટાઇટલ ડિફેન્ડ કરવાનો છે. હું ઇચ્છુ છું કે ટીમમાં સ્પેશિયાલિસ્ટ ખેલાડીઓનું ચયન થાય."

Download Our B K News Today App



Related News