શ્રીલંકાના અકીલાએ હેટ્રીક લીધી, ત્યાર પછીની ઓવરમાં પોલાર્ડે 6 છગ્ગા માર્યા; યુવરાજ પછી બીજો બેટ્સમેન બન્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 13:01:53
  • Views : 476
  • Modified Date : 2021-03-04 13:01:53

    વેસ્ટઈન્ડીઝે શ્રીલંકા સામેની T20 મેચને ગુરુવારે 4 વિકેટે જીતી લીધી છે. આ મેચ રોમાચંક રહી હતી. આ મેચમાં શ્રીલંકાના ઓફ સ્પિનર અકીલા ધનંજયે પોતાની બીજી ઓવરમાં હેટ્રિક લીધી હતી. ત્યાર બાદ તેની ત્રીજી ઓવરમાં વેસ્ટઈન્ડિઝ કેપ્ટન કીરોન પોલાર્ડે સતત છ છગ્ગા મારી મેચને પલટાવી દીધી હતી. આંતરરાષ્ટ્રીય T20માં યુવરાજ પછી સતત છ છગ્ગા મારનાર બીજો બેટ્સમેન બની ગયો છે.

    મેચમાં વેસ્ટઈન્ડીઝે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. શ્રીલંકાએ 20 ઓવરમાં 9 વિકેટે 131 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટઈન્ડીઝે 13.1 ઓવરમાં 6 વિકેટે વિજય લક્ષ્યાંક મેળવી લીધો હતો.વેસ્ટ ઇન્ડીઝના કાયરન પોલાર્ડે શ્રીલંકા સામેની T-20માં એન્ટીગુઆ ખાતે ઓફ-સ્પિનર અકિલા ધનંજયની એક ઓવરમાં 6 સિક્સ મારી છે. પોલાર્ડ T-20 ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં 6 સિક્સ મારનાર યુવરાજ સિંહ પછી બીજો અને ઓવરઓલ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સિદ્ધિ મેળવનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે.

    કાયરન પોલાર્ડે ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં અકિલાને ધોઈ નાખ્યો હતો. તેણે પ્રથમ બોલે લોન્ગ-ઓન પર, બીજા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ, ત્રીજા બોલે લોન્ગ-ઓફ પર, ચોથા બોલે મિડવિકેટ પર, પાંચમા બોલે ડાઉન ધ ગ્રાઉન્ડ અને છઠ્ઠા બોલે કાઉ કોર્નર પર સિક્સ મારી હતી.ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 6 સિક્સ મારનાર બેટ્સમેન

-હર્ષલ ગિબ્સ, સાઉથ આફ્રિકા vs નેધરલેન્ડસ્, વનડેમાં, 2007
-યુવરાજ સિંહ, ઇન્ડિયા vs ઇંગ્લેન્ડ, T-20માં, 2007
-કાયરન પોલાર્ડ, વિન્ડીઝ vs શ્રીલંકા, T-20માં, 2021

***વિન્ડીઝ 4 વિકેટે મેચ જીત્યું    
    શ્રીલંકા સામેની T-20માં 134 રનનો પીછો કરતાં વિન્ડીઝે 13.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો. 11 બોલમાં 6 સિક્સની મદદથી 38 રન કરનાર પોલાર્ડ મેન ઓફ ધ મેચ બન્યો.

**વિન્ડીઝ 4 વિકેટે મેચ જીત્યું

   શ્રીલંકા સામેની T-20માં 134 રનનો પીછો કરતાં વિન્ડીઝે 13.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો. 11 બોલમાં 6 સિક્સની મદદથી 38 રન કરનાર પોલાર્ડ મેન ઓફ ધ મેચ બન્યો.અકિલાને છઠ્ઠી ઓવરમાં 6 સિક્સ પડી એ પહેલાંની ઓવરમાં તેણે હેટ્રિક લીધી હતી. ઇનિંગ્સની ચોથી ઓવરના બીજા, ત્રીજા અને ચોથા બોલે તેણે એવિન લુઈસ, ક્રિસ ગેલ અને નિકોલસ પૂરનને આઉટ કરીને હેટ્રિક કમ્પ્લીટ કરી હતી. જોકે એ પછીની જ ઓવરમાં વિન્ડીઝના કપ્તાન પોલાર્ડે તેની ખુશીને દુઃખમાં કન્વર્ટ કરી નાખી હતી.

Download Our B K News Today App



Related News