કેરોલિના મારિને સતત બીજી વાર ચાઈના ઓપન જીતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-23 14:22:24
  • Views : 489
  • Modified Date : 2019-09-23 14:22:24

ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન સ્પેનની કેરોલિના મારિને સતત બીજીવાર ચાઈન ઓપનનો ખિતાબ જીત્યો છે. મહિલા સિંગલ્સની ફાઈનલમાં મારિને તાઈ જૂ યિંગને 14-21, 21-17, 21-18થી હરાવી હતી. આ મુકાબલો 65 મિનિટ સુધી ચાલ્યો. પહેલી ગેમ હાર્યા બાદ મારિને શાનદાર વાપસી કરી. જાન્યુઆરીમાં ઈજા પછી પહેલીવાર કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર મારિને શાનદાર વાપસી કરી તાઇ જૂ વિરુદ્ધ 5મી જીત મેળવી છે. મારિને જીત્યા પછી કહ્યું કે ઈજા બાદ મેં ખુદથી આવા દેખાવની આશા રાખી નહોતી. જ્યારે પુરુષ સિંગલ્સની ફાઈનલમાં ટોપ સીડ જાપાનના કેંતો મોમોતાએ પૂર્વ ચેમ્પિયન ઈન્ડોનેશિયાના એન્ટોની ગિનટિંગને ત્રણ ગેમના મુકાબલામાં 19-21, 21-17, 21-19થી હરાવ્યો. મોમોતાએ પહેલીવાર ટૂર્નામેન્ટ જીતી.

Download Our B K News Today App



Related News