કશ્યપ કોરિયા ઓપનના ક્વાર્ટફાઇનલમાં પહોંચ્યો, મલેશિયાના ડેરેન લિયૂને 56 મિનિટમાં હરાવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 12:23:53
  • Views : 486
  • Modified Date : 2019-09-26 12:23:53

ભારતીય શટલર પારુપલ્લી કશ્યપ ગુરુવારે કોરિયા ઓપનની ક્વાર્ટફાઇનલમાં પહોંચ્યો હતો. તેણે મેન્સ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટફાઇનલમાં મલેશિયાના ડેરેન લિયૂને ત્રણ ગેમમાં હરાવ્યો હતો. કશ્યપે આ મુકાબલો 21-17, 11-21, 21-12થી 56 મિનિટમાં જીતી લીધો હતો. તેનો આગામી મુકાબલો ઇન્ડોનેશિયાના એન્ટોની સિનિસુકા અને ડેનમાર્કના જાન ઓ જોર્જસન વચ્ચેની મેચના વિજેતા સાથે થશે. કોમનવેલ્થ ગેમ્સ 2014માં ગોલ્ડ મેડલ જીતનાર કશ્યપ આ ટૂર્નામેન્ટમાં ભારતની મેડલ માટેની એકમાત્ર આશા છે. તેની પહેલા વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ અને સાઈના નહેવાલ બુધવારે પ્રથમ રાઉન્ડમાં જ ટૂર્નામેન્ટની બહાર થઇ ગઈ હતી.સિંધુને અમેરિકાની ઝેંગ બેઈવેને હરાવી હતી. ભારતીય શટલર પીવી સિંધુ બુધવારે કોરિયા ઓપનના પહેલા રાઉન્ડમાં જ બહાર થઇ હતી. સિંધુને અમેરિકાની ઝેંગ બેઈવેને હરાવી હતી. ઝેગે આ મેચ 7-21, 24-22, 21-15થી પોતાના નામે કરી હતી. બીજી તરફ સાઈના નહેવાલ પણ પ્રથમ રાઉન્ડમાં બહાર થઇ હતી. નહેવાલની મેચ કોરિયાની કિમ ગે સામે હતી. તે પ્રથમ ગેમ 21-19થી જીત્યા બાદ બીજી ગેમ 18-21થી હારી ગઈ હતી, અને રિટાયર્ડ હર્ટ થઇ ત્યારે અંતિમ ગેમમાં 1-8થી પાછળ હતી.સિંધુએ બેઈવન વિરુદ્ધ પ્રથમ ગેમ 21-7થી પોતાના નામે કરી હતી. પહેલી ગેમ સરળતાથી જીત્યા પછી એવું લાગતું હતું કે સિંધુ બીજી ગેમ જીતીને મેચ પોતાના નામે કરી લેશે. પરંતુ બેઈવેને જોરદાર વાપસી કરી હતી. તેણે બીજી ગેમ 24-22થી જીતી હતી. ત્રીજી ગેમમાં મેચ 1-1ની બરોબરી પર હતી ત્યારે બંને ખેલાડીઓએ સતત સારું પ્રદર્શન કર્યું હતું, જોકે અંતે અમેરિકનના નેટ પ્લે સામે સિંધુનો પરાજય થયો હતો. તેણે અંતિમ ગેમ 15-21થી ગુમાવી હતી.મેન્સમાં બી સાઈ પ્રણીત ઇજાના લીધે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. તે ડેનમાર્કના આંદ્રેસ અનેટોન્સન વિરુદ્ધ પ્રથમ રાઉન્ડની મેચમાં રિટાયર થયો હતો. તે પહેલી ગેમ 9-21થી હારી ગયો હતો અને બીજી ગેમમાં પણ 7-11થી પાછળ ચાલી રહ્યો હતો.

Download Our B K News Today App



Related News