કરીના કપૂરે ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપની ટ્રોફીનું અનાવરણ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-01 17:14:38
  • Views : 412
  • Modified Date : 2019-11-01 17:14:38

કરીના કપૂરે મેલબોર્ન, ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડકપની (પુરુષ-મહિલા બંને) ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. કરીનાએ બંને ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો અને આ પ્રસંગની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.કરીના સેમી ફોર્મલ વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં તેણે ખાખી ટ્રાઉઝર સાથે મેચિંગ બ્લેઝર તથા બ્લેક શર્ટ પહેર્યો હતો. કરીના ઘણી જ સિમ્પલ લાગતી હતી. ટ્રોફીના અનાવરણ પહેલાં કરીનાએ કહ્યું હતું, એ સાંજનો હિસ્સો બનીને તેને પોતાની પર ગર્વ થઈ રહ્યો છે. તે એ તમામ મહિલાઓનો ઉત્સાહ વધારવા ઈચ્છે છે, જે પોતાના દેશ માટે રમે છે. તેમને આ રીતે આંતરરાષ્ટ્રીય મંચ પર જોઈને સશક્તિકરણનો અહેસાસ થાય છે. ઉલ્લેખનીય છે કે 2020મા ઓસ્ટ્રેલિયામાં યોજાનાર આઈસીસી મેન્સ ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર અને મહિલા ટૂર્નામેન્ટ 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી રમાશે.દિવાળીના બીજા દિવસે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ કરીનાએ દિવાળીની (27 ઓક્ટોબર) સવારે બહેન કરિશ્મા કપૂરની ઓફિસમાં પૂજા કરી હતી. ત્યારબાદ કરીનાએ પોતાના ઘરે દિવાળી પાર્ટી આપી હતી અને પછી તે અનિલ કપૂર તથા અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં હાજર રહી હતી. દિવાળીના બીજા દિવસે કરીના દીકરા તૈમુર સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ હતી.કરીનાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે કરીનાની અક્ષય કુમારની સાથે ‘ગુડ ન્યૂઝ’ રિલીઝ થશે. આ ઉપરાંત કરીના એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળશે.

Download Our B K News Today App



Related News