‘ફીર સે ગર્જેગા ગુજરાત’

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:40:23
  • Views : 555
  • Modified Date : 2019-05-21 11:40:23

દેશ જેની પ્રેમપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યું છે તે જૂની રમત કબ્બડીની ગેમ ફરીથી રજૂ કરવા માટે અદાણી વિલ્મરની માલિકીની ગુજરાત ફોર્ચ્યુનજાયન્ટસ (જીએફજી) આખરે ખેલાડીઓની યાદીને આખરી ઓપ આપીને મેદાનમાં આવી છે.વીવો પ્રો-કબ્બડી લીગની નવી સિઝન જુલાઈથી ઓક્ટોબર સુધી ચાલશે. એમાં ભારતના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી 12 ટીમમાં મજબૂત અને ચંચળ ખેલાડીઓ રજૂ કરાયા છે, પરંતુ રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓનો સંપૂર્ણ સમન્વય કરીને જીએફજી આ રમતને યાદગાર બનાવવા મેદાનમાં ઉતરી છે.કોચ મનપ્રીત સિંઘ જણાવે છે કે “ફાઇનલ સ્પર્ધાઓમાં બહાર નિકળી ગયા પછી અમે મજબૂત થઈને પુનરાગમન કરવા તૈયાર છે. રાઈટ કવર ડિફેન્ડર સુનિલ કુમારને હજુ ટીમના કેપ્ટન તરીકે રાખવામાં આવ્યા છે. આમ છતાં અમે ઈરાનના ખેલાડી અબોલફઝલ મઘસોડલુમહાલી અને બાંગ્લાદેશના ખેલાડી મોહંમદ સાઝીદ હુસેનનો ઉમેરો કરીને તેમને આવકારી રહયા છીએ.”

Download Our B K News Today App



Related News