ઇંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફરા આર્ચર ઇજાના કારણે IPLમાંથી બહાર

  • Published By :
  • Published Date : 2020-02-06 17:25:59
  • Views : 522
  • Modified Date : 2020-02-06 17:25:59

ફાસ્ટ બોલર જોફરા આર્ચર ઇજાના કારણે ઇંગ્લેન્ડના શ્રીલંકાના પ્રવાસ અને IPL- 2020માંથી બહાર થઇ ગયો છે. આર્ચરને ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન જમણી કોણીમાં ઇજા થઇ હતી. તે પછી આર્ચર શ્રેણીની બાકી ત્રણેય ટેસ્ટમાં રમ્યો નહોતો. મેડિકલ રિપોર્ટમાં સામે આવ્યું છે કે તેને જમણી કોણીમાં સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે અને મિનિમમ 3 મહિના ક્રિકેટથી દૂર રહેશે.આર્ચરને રાજસ્થાન રોયલ્સે 2018માં 7.2 કરોડમાં ખરીદ્યો હતો. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ઓફિશિયલ સ્ટેટમેન્ટમાં કહ્યું કે, તે હવે રિહેબિલેશન પ્રોગ્રામની શરૂઆત કરશે અને જૂનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ત્રણ ટેસ્ટની સીરિઝથી કમબેક કરશે. ઇંગ્લેન્ડ માર્ચમાં શ્રીલંકામાં બે ટેસ્ટ ટેસ્ટ રમવાનું છે.આર્ચર IPLમાં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે, તેની ગેરહાજરીમાં ફ્રેન્ચાઈઝ જલ્દી રિપ્લેસમેન્ટ જાહેર કરી શકે છે. તેણે ગઈ સીઝનમાં રોયલ્સ માટે 6.76ની ઈકોનોમીથી રન આપતા 11 વિકેટ ઝડપી હતી.આર્ચરે IPLમાં 23.69ની એવરેજથી 26 વિકેટ લીધી.24 વર્ષીય આર્ચરે ઇંગ્લેન્ડ માટે 7 ટેસ્ટ અને 14 વનડે રમ્યો છે. તેણે ટેસ્ટમાં 30 અને વનડેમાં 23 વિકેટ લીધી છે. તેણે IPLની 21 મેચમાં 23.69ની એવરેજથી 26 વિકેટ ઝડપી છે. 2018માં તેણે 21.66ની એવરેજથી 15 અને ગયા વર્ષે 26.45ની એવરેજથી 11 વિકેટ ઝડપી છે.

Download Our B K News Today App



Related News