એન્ડરસન મેચના પહેલા બોલે વિકેટ લેનાર પાંચમો બોલર બન્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-26 18:39:05
  • Views : 510
  • Modified Date : 2019-12-26 18:39:05

ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન ટેસ્ટ મેચના પહેલા બોલે વિકેટ લેનાર આ દાયકાનો પાંચમો બોલર બન્યો છે. તેણે આ સિદ્ધિ  દક્ષિણ આફ્રિકા સામેની સેન્ચુરિયન ટેસ્ટમાં મેળવી હતી. એન્ડરસને ડીન એલ્ગરને શૂન્ય રને આઉટ કર્યો હતો. આ પહેલા શ્રીલંકાના સુરંગા લકમલ, ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્ક અને દક્ષિણ આફ્રિકાના ડેલ સ્ટેને આ દાયકામાં પહેલા બોલે વિકેટ લીધી છે. લકમલે 2010 અને 2017માં એમ બે વાર આ સિદ્ધિ પોતાના નામે કરી હતી.એન્ડરસન 150 ટેસ્ટ રમનાર વર્લ્ડનો પહેલો બોલર બન્યો છે. તે સાથે જ આટલી મેચ રમનાર ઇંગ્લેન્ડનો બીજો અને દુનિયાનો નવમો ખેલાડી બન્યો છે. ઇંગ્લેન્ડ માટે પૂર્વ કપ્તાન એલિસ્ટર કુકે સૌથી વધુ 161 ટેસ્ટ રમી છે. સચિન તેંડુલકર 200 ટેસ્ટ રમનાર દુનિયાનો એકમાત્ર ક્રિકેટર છે. ઓલરાઉન્ડર્સમાં દક્ષિણ આફ્રિકાના જેક કાલિસે સૌથી વધુ 166 ટેસ્ટ રમી છે.

ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ ટેસ્ટ:

ખેલાડીમેચ
એલિસ્ટર કુક161
જેમ્સ એન્ડરસન150
સ્ટુઅર્ટ બ્રોડ135
એલેક સ્ટુઅર્ટ133
ઇયાન બેલ118
ગ્રાહમ ગૂચ118

લકમલે રાહુલને સીરિઝના પહેલા બોલે આઉટ કર્યો હતો.દક્ષિણ આફ્રિકાનો ડીન એલ્ગર સીરિઝના પહેલા બોલે આઉટ થનાર દુનિયાનો આઠમો ખેલાડી બન્યો છે. ક્રિકેટ ઇતિહાસમાં ઇંગ્લેન્ડના હર્બર્ટ સ્ટકલીફ સૌથી પહેલા 1932/33માં કિવિઝ સામે આઉટ થયા હતા. જયારે ભારતનો લોકેશ રાહુલ 2017/18માં લંકા સામે પહેલા બોલે પેવેલિયન ભેગો થયો હતો. રાહુલ ત્યારે પહેલા બોલે લકમલનો શિકાર થયો હતો.આમ સીરિઝના પ્રથમ બોલે આઉટ થનાર બેટ્સમેનમાં

ખેલાડીદેશવિરુદ્ધવર્ષ
ડીન એલ્ગરદક્ષિણ આફ્રિકાઇંગ્લેન્ડ2019
લોકેશ રાહુલભારતશ્રીલંકા2017
ટિમ મેકિટોસન્યૂઝીલેન્ડપાકિસ્તાન2009
વસીમ જાફરભારતબાંગ્લાદેશ2007
હનન સરકારબાંગ્લાદેશવેસ્ટ ઇન્ડિઝ2002-2004
જિમ્મી કુકદક્ષિણ આફ્રિકાભારત1992
સ્ટાન વર્થીગ્ટનઇંગ્લેન્ડઓસ્ટ્રેલિયા1936
હર્બર્ટ સ્ટકલીફઇંગ્લેન્ડઝીલેન્ડ1932

Download Our B K News Today App



Related News