આઇપીએલમાં આરસીબી નવા રંગરૂપમાં જોવા મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-16 18:06:57
  • Views : 552
  • Modified Date : 2020-02-16 18:06:57

આઈપીએલની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી પોસ્ટ અને લોગો હટાવી દીધા હતા અને હવે એણે નવો લોગો જાહેર કરી દીધો છે. આરસીબીના આ લોગોમાં સિંહની એક અલગ છાપ દેખાય છે જે આરસીબીને નવી છબી ક્રિએટ કરવામાં મદદ કરશે અને એના બોલ્ડ, બેબાક અને બિન્દાસ સ્વભાવને છતો કરે છે. આરસીબીના ચેરમેન સંજીવ ચુરીવાલાએ આ લોગો જાહેર કર્યો હતો. સંજીવે કહ્યું કે આ લોગો બદલવા પાછળનો અમારો આઈડિયા બ્રેન્ડને નવી ઓળખ આપવાની સાથે એને આજના સમયના અનુરૂપ પ્રબળ બનાવવાનો છે. આ લોકો દર્શકોને સતત એન્ટરટેઈનમેન્ટ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફેનને સતત ટીમ સાથે જોડી રાખવામાં મદદ કરશે.

Download Our B K News Today App



Related News