બેંગ્લોર પર દિલ્હી કેપિટલની રોચક જીત : ટેબલમાં પ્રથમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-29 11:25:41
  • Views : 537
  • Modified Date : 2019-04-29 11:25:41

દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન ખાતે રમાયેલી આઇપીએલની રોમાંચક મેચમાં દિલ્હી કેપિટલ્સે આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર ૧૬ રને જીત મેળવી હતી. આની સાથે જ વિરાટ કોહલીના નેતૃત્વમાં બેંગ્લોરની ટીમના પડકારનો અંત આવ્યો છે. બેંગ્લોરની ટીમ હવે આગામી રાઉન્ડમાં પહોંચી શકશે નહીં.બીજી બાજુ દિલ્હી કેપિટલે શાનદાર જીત મેળવીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવવાની સાથે સાથે આગામી દોરમાં પણ એન્ટ્રી કરી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૭ રન કર્યા હતા જેમાં શિખર ધવને ૫૦ અને કેપ્ટન અય્યરે ૫૨ રન કર્યા હતા. રુધરફોર્ડે છેલ્લી ઓવરમાં આક્રમક બેટિંગ કરીને ૧૩ બોલમાં ૨૮ રન ફટકાર્યા હતા. બેંગ્લોરની ટીમ ૨૦ ઓવરમાં ૧૭૧ રન બનાવી શકી હતી. બેંગ્લોર તરફથી પાર્થિવ પટેલે ૩૯ રન કર્યા હતા. મન ઓફ દ મેચ તરીકે શિખર ધવનની પસંદગી કરવામાં આવી 


Download Our B K News Today App



Related News