આઇપીએલની ૧૨મી સીઝનની નવી શોધ આન્દ્રે રસેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 06:50:37
  • Views : 490
  • Modified Date : 2019-04-21 06:50:37

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં દર વર્ષે કોઈને કોઈ ખેલાડી સ્ટાર બની જતો હોય છે. શેન વોટ્‌સન, ક્રિસ ગેઇલ, વિરાટ કોહલી, ધોની, બ્રેન્ડન મેક્કુલમ, ડેવિડ વોર્નર, રિશભ પંત, ડ્‌વેઇન બ્રાવો, લસિથ મલિંગા, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને એવાં ઘણાં ખેલાડી છે જેમણે એકાદ સીઝનમાં શાનદાર દેખાવ કર્યો હોય. આ ટી૨૦ ક્રિકેટ લીગની વર્તમાન સીઝન હજી પૂરી થઈ નથી, પરંતુ તેનો સ્ટાર ખેલાડી મળી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝનો આન્દ્રે રસેલ.આન્દ્રે રસેલ આ વખતે કોલકાતા નાઇટ રાઇડર્સ માટે રમી રહ્યો છે અને ઝંઝાવાત સર્જી રહ્યો છે. તેની બેટિંગ તેના જ કેરેબિયન સાથી ક્રિસ ગેઇલને પણ ઝાંખો પાડી દે તેવી છે. આઇપીએલ કે ટી૨૦ મેચમાં એવા ખેલાડીની જરૂર પડે છે જે અચાનક જ રમતનું પાસું પલટી નાખવા સક્ષમ હોય. ટી૨૦માં એવું તો ઘણી વાર બન્યું છે જ્યારે ટીમને ૧૨-૧૫ કે ઇવન ૨૦થી વધુની સરેરાશથી રન કરવાના હોય અને તેમ છતાં ટારગેટ સફ્‌ળતાથી ચેઝ થઈ ગયો હોય. ઇન્ટરનેશનલ ટી૨૦માં વર્ષમાં ભાગ્યે જ એકાદ વાર આમ બનતું હોય છે તો આઇપીએલમાં કદાચ ત્રણ કે ચાર મેચમાં અને ઘણી વાર તો સીઝનમાં માંડ એકાદ વાર આમ બને છે, પરંતુ આન્દ્રે રસેલ જે રીતે બેટિંગ કરી રહ્યો છે, તેનું ફેર્મ જે રીતે ચાલી રહ્યું છે તેનાથી તો તે લગભગ દરેક મેચમાં આ શક્ય કરી દેખાડે છે.ગયા સપ્તાહે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામેની મેચમાં તેણે જે ઝંઝાવાત સર્જ્યો હતો તે વિરાટ કોહલીને લાંબા સમય સુધી યાદ રહી જશે. એક તો બેંગલોરની ટીમ સળંગ ચાર મેચ હારી ગઈ હતી. તેમના માટે બાકીની મેચો જીતવી લગભગ ફ્રજિયાત બની ગયું હતું. આ સંજોગોમાં કોહલી અને ડી વિલિયર્સે ફેર્મ પરત મેળવીને અડધી સદી ફ્‌ટકારી. ટીમનો સ્કોર ૨૦૦ પાર કરાવ્યો.એ દિવસે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે કોલકાતાના ૧૮ કે ૨૦ બોલમાં ૬૮ રનની જરૂર હતી. એટલે કે લગભગ ૨૨ રન પ્રતિ ઓવરથી બેટિંગ કરવાની હતી. બેંગલોરનો વિજય કે કોલકાતાનો પરાજય લગભગ નિશ્ચિત હતો, પરંતુ હજી રસેલ રમવા આવવાનો બાકી હતો અને સુકાની દિનેશ ર્કાતિકને આ બાબતે ભરોસો હતો કે તેઓ આસાનીથી મેચ હરીફ્‌ને આપી દેશે નહીં. રસેલે એ ભરોસાને સાર્થક કરતી બેટિંગ કરી અને કદાચ ટી૨૦ ઇતિહાસની સૌથી વિસ્ફેટક બેટિંગ કરી.હજી આગળના સપ્તાહે જ તેણે મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે ૧૭ બોલમાં ૪૮ રન ફ્‌ટકાર્યા હતા. તે અગાઉની હૈદરાબાદ સામેની મેચમાં ૧૯ બોલમાં ૪૯ રન ફ્‌ટકાર્યા હતા. આ વખતે બેંગલોરના બોલર્સનો વારો હતો. તેમાંય સૌથી સચોટ અને ઘાતક બોલિંગ કરી રહેલાં ટીમ સાઉથી સામે તેને રમવાનું હતું. રસેલે કિવિ બોલરની એક ઓવરમાં તો ૨૯ રન ફ્‌ટકાર્યા, પરંતુ અંતે ૧૩ બોલમાં ૪૮ રન ફ્‌ટકારીને અણનમ રહ્યો અને બેંગલોરના હાથમાં આવેલો વિજય આંચકી લીધો. બેંગલોરની ટીમ અગાઉ એકેય મેચ જીતી શકી ન હતી. એમ કહેવાય કે તેઓ દર વખતે હારી ગયા હતા, પરંતુ અહીં બેંગલોર હાર્યું તેના કરતાં કોલકાતા જીત્યું કે રસેલની ટીમ જીતી તેમ લખવું વધારે બહેતર લેખાશે. આ સીઝનમાં રસેલે તેની પહેલી ચાર મેચમાં ૪૯, ૪૮,૬૨ અને ૪૮ રનની ઇનિંગ્સ રમી છે અને તેમાંથી એકેયમાં તે ૨૨થી વધુ બોલ રમ્યો નથી. તેમાંથી એકેય ઇનિંગ્સમાં તેણે ચારથી ઓછી સિક્સર ફ્‌ટકારી નથી. ધીમેધીમે સિક્સરના ક્રમમાં વધારો કરતો હોય તેમ તેણે પ્રથમ મેચમાં ચાર સિક્સર ફ્‌ટકારી ત્યાર બાદની મેચમાં તેણે પાંચ, છ અને સાત સિક્સર ફ્‌ટકારી હતી. ક્રિસ ગેઇલની માફ્‌ક રસેલ પણ હવે બાઉન્ડ્રી (ચોગ્ગા) કરતાં સિક્સર પર વધારે ભરોસો રાખે છે અને મેચમાં બાઉન્ડ્રી ઓછી અને સિક્સર વધુ ફ્‌ટકારે છે.રસેલ આક્રમક બને ત્યારે ટીવી કોમેન્ટેટર પણ તેણે કયા પ્રકારનો સ્ટ્રોક લગાવ્યો તેનું વર્ણન કરવામાં વિશેષણ ભૂલી જતા હોય છે. નિષ્ણાતો માત્ર એટલું જ કહેતાં હોય છે કે રસેલને ક્યાં બોલ ફેંકવો તે જ સમજાતું નથી. તેના વિશે ઘણી વાતો થતી હોય છે, પરંતુ પાંચમી એપ્રિલે કોહલી અને તેના બોલર આ તમામ ચેતવણી ભૂલી ગયા હોય તેમ લાગતું હતું. કોહલી લગભગ દરેક બોલ ફેંકાયા બાદ બોલર પાસે દોડી જતો હતો અને ફિલ્ડિંગમાં પરિવર્તન કરતો રહેતો હતો. આ તરફ રસેલ શાંતચિત્તે મેદાન પર નજર કરીને ક્યાં ફેરફર થઈ રહ્યા છે તેની નોંધ કરી લેતો હતો.જોકે તે વિચારતો હશે કે વાઇડ લોંગ ઓન કે ડીપ કવર કે ડીપ પોઇન્ટથી મને કોઈ ફ્રક પડવાનો નથી કેમ કે તેની દરેક હિટ બાઉન્ડ્રીની ઉપરથી નીકળી જવાની હતી. પ્રથમ પાંચ બોલ શાંતિથી રમ્યા બાદ ઝંઝાવાતનો પ્રારંભ થયો. રસેલની સાત સિક્સર બાદ કોહલી તેના સ્વાભાવથી વિપરીત તદ્દન શાંત થઈને ઊભો હતો. તેના ચહેરા પર જરાય ઉશ્કેરાટ કે રોમાંચ ન હતા, પરંતુ દ્વિધા હતી કે આખરે સીઝનના પ્રથમ વિજય માટે તેણે કરેલી મહેનતમાં ક્યાં કાચું કપાયું હશે.સીઝનની પ્રથમ ત્રણ મેચમાંથી દરેકમાં ૪૦થી વધુનો સ્કોર, સળંગ ત્રણ મેન ઓફ ધ મેચના એવોર્ડ અને ગેઇલ જેવા ધુરંધર સાથેનીસરખામણી સ્વાભાવિકપણે જ આન્દ્ર રસેલને આ સીઝનમાં અત્યારથી જ સ્ટાર બનાવી દીધો છે.  


Download Our B K News Today App



Related News