આઇપીએલ-2023: મુંબઈ ઈન્ડિયન્સને ગમ દૂર, જોફ્રા આર્ચર આગામી સિઝનમાં પૂરો સમય ઉપલબ્ધ રહેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-03 16:48:09
  • Views : 485
  • Modified Date : 2023-03-03 16:48:09

ઈંગ્લેન્ડથી આવેલા સમાચાર મુજબ સ્ટાર ઈંગ્લીશ બોલર જોફ્રા આર્ચર હવે ફિટ છે. આ પહેલા જસપ્રીત બુમરાહ અનફિટ થવાને કારણે ટીમમાં નિરાશા વ્યાપી હતી. હવે જોફ્રા આર્ચર ફીટ હોવાના સમાચાર આવતા મુંબઈની ટીમના સુકાની રોહિત શર્માને પણ રાહત પહોંચી હશે.

ઈંગ્લેન્ડનો મહત્વનો બોલર જોફ્રા આર્ચર હવે આઈપીએલમાં રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે. આમ હવે તે આગામી સિઝનમાં પૂર્ણ સમય માટે ઉપલબ્ધ રહી શકે છે.

જોફ્રાની ફિટનેસને લઈ છેલ્લા કેટલાક સમયથી તેની ઉપલબ્ધતા આઈપીએલમાં રહેવાને લઈને અટકળો ચાલી રહી હતી. પરંતુ હવે મીડિયા રિપોર્ટ અનુસાર આ અટકળો પર ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે પૂર્ણ વિરામ લગાવી દીધુ છે. જોફ્રા આગામી 16મી સિઝનમાં ભારતીય પિચો પર તરખાટ મચાવતો જોવા મળી શકે છે. જોકે આ દરમિયાન ઈસીબી દ્વારા તેના વર્કલોડને મેનેજ કરવાની શરત રાખવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઈસીબીના સૂત્રોએ જણાવ્યું છે કે, જોફ્રા આર્ચર આઈપીએલની આગામી સિઝનમાં સંપૂર્ણ સમય માટે રમશે. હંમેશાની માફક જ તેમની ફ્રેન્ચાઈઝી અને ઈસીબી તેના વર્કલોડને મેનેજ કરશે. આ દરમિયાન આઈપીએલના અધિકારી દ્વારા પણ જણાવાયું છે કે, જોફ્રા આર્ચર ઉપલબ્ધ રહેશે.

ઈન્ડિયન પ્રીમિયર લીગના 2022માં યોજાયેલા મેગા ઓક્શન દરમિયાન જોફ્રા આર્ચર મુંબઈ ટીમનો હિસ્સો બન્યો હતો. રોહિત શર્માની આગેવાની ધરાવતી મુંબઈ ઈન્ડિયન્સ ટીમે તેને 8 કરોડ રુપિયામાં મેગા ઓક્શન દરમિયાન ખરીદ્યો હતો. આ દરમિયાન મુંબઈની ફ્રેન્ચાઈઝી એ વાતથી સંપૂર્ણ રીતે વાકેફ હતી કે, 2022 ના વર્ષમાં રમાનારી આઈપીએલની 15મી સિઝનમાં જોફ્રા ઉપલબ્ધ રહી શકે એમ નથી. આમ છતાં મુંબઈએ તેને ભવિષ્યને ધ્યાને રાખીને પોતાની સાથે જોડવા માટે ઉંચી બોલી લગાવી હતી.

ઈંગ્લીશ સ્ટાર ખેલાડી જોફ્રા આર્ચરે 2021ના સેકન્ડ હાફ અને 2022 માં સંપૂર્ણ સિઝન આઈપીએલનો હિસ્સો રહી શક્યો નહોતો. તેણે 18 મહિના સુધી પ્રતિસ્પર્ધી ક્રિકેટથી દૂર રહેવા મજબૂર રહેવું પડ્યું હતું. જોકે હવે તેણે આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ટી20 લીગમાં સાથે પરત મેદાનમાં પરત ફર્યો છે. તેણે મુંબઈની ટીમ વતી જ કમબેક કર્યુ છે.

Download Our B K News Today App



Related News