IPL 2019 ની સિઝનમાં ચમકેલા 5 નવા સિતારા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-13 19:15:55
  • Views : 506
  • Modified Date : 2019-05-13 19:15:55

આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)નું સમાપન રોમાંચક મેચથી થયું જ્યાં મુંબઈએ ચેન્નઈને એક રનથી હરાવીને ચોથી વખત ટાઇટલ પર કબજો કર્યો હતો. હવે તમામનું ધ્યાન આ મહિનાના અંતમાં શરૂ થઈ રહેલા વિશ્વ કપ પર લાગી જશે. પરંતુ આ આઈપીએલમાં કઈ નવી વસ્તુ અને સિદ્ધિઓ પણ રહી જેથી આ સિઝન લાંબા સમય સુધી યાદ કરવામાં આવશે. આ વખતે કેટલાક સિતારાતો વધુ ચમક્યા તો કેટલાકની ચમક ફીકી પડી. તો તો કેટલાક નવા સિતારા પણ રહ્યાં જે આ આઈપીએલમાં પોતાની ઉંડી છાપ છોડી ગયા. આ સિઝનમાં આમ તો વધુ ખેલાડીઓએ શરૂઆત કરી અને જે ખેલાડીઓએ શરૂઆત કરી ત્યારે મોટુ નામ નહતા. કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની છાપ છોડી તુક્યા હતા તો કેટલાક વિદેશી ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તર પર કેટલાક મેચ રમીને આઈપીએલમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યાં હતા. આ વર્ષે પોતાના પ્રદર્શનથી લોકોનું ધ્યાન ખેંચનારા ખેલાડીઓમાં રાહુલ ચહર, રિયાન પરાગ, નવદીપ સૈની, શ્રેયસ ગોપાલ અને અલ્ઝારી જોસેફ મુખ્ય છે. આ નામ ભલે નવા હોય પરંતુ આ આઈપીએલમાં નવા સિતારા તરીકે ઉભર્યાં છે. 

Download Our B K News Today App



Related News