ભારતીય ટીમે 20 વર્ષ બાદ અમેરિકાને 5-1થી હરાવ્યું, ઓવરઓલ 5મી જીત મેળવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 13:07:46
  • Views : 532
  • Modified Date : 2019-11-02 13:07:46

ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિક ક્વોલિફાયરની પ્રથમ લીગમાં એમેરિકાને 5-1થી પરાજય આપ્યો હતો. ટીમે 20 વર્ષ પછી અમેરિકાને આ અંતરે હરાવ્યું છે. અગાઉ 1999માં અમેરિકાને ઇન્વિટેશનલ ટૂર્નામેન્ટમાં 5-1થી પરાજય આપ્યો હતો. ગુરજીત કૌરે મેચમાં બે ગોલ કર્યા. કેપ્ટન રાની રામપાલ પ્લેયર ઓફ ધ મેચ બની. ભારતે ઓવરઓલ 5મી વખત અમેરિકાને હરાવ્યું છે. બંને ટીમો વચ્ચે 30 મેચ રમાઇ. ભારતે પહેલી વખત કોઇ ટૂર્નામેન્ટમાં અમેરિકાને હરાવ્યું છે. 4 જીત ઇન્વિટેશનલ ટૂર્નામેન્ટ કે ટેસ્ટ મેચમાં મેળવી હતી. કલિંગા સ્ટેડિયમમાં થયેલી મેચના પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો ગોલ કરી શકી ન હતી. 27મી મિનિટ સુધી સ્કોર 0-0થી બરાબર હતો. 28મી મિનિટમાં પેનલ્ટી કોર્નરથી લિલિમા મિંજે ગોલ કરી ટીમને સરસાઇ અપાવી હતી.ભારતને મેચમાં 7 પેનલ્ટી કોર્નર મળ્યા, 3ને ગોલમાં ફેરવ્યા 40મી મિનિટે કોર્નર મળતા શર્મિલા દેવીએ ગોલ કર્યો. 42મી મિનિટમાં ફરી એક વખત કોર્નર મળ્યું અને ગુરજીત કૌરે ગોલમાં ફેરવ્યું. 46મી મિનિટે નવનીત કૌરે ફિલ્ડ ગોલ કર્યો. 51મી મિનિટે પેનલ્ટી સ્ટ્રોકમાં ગુરજીત કૌરે પોતાનો બીજો ગોલ કરી ટીમને 5-0ની સરસાઇ અપાવી દીધી. 54મી મિનિટમાં સ્ટ્રોક પર એરિન મેટસને ગોલ કરી સ્ક્રોર 1-5 કર્યો. ભારતીય ટીમને 7 કોર્નર મળ્યા. બંને ટીમો શુક્રવારે ફરી લડશે. બંને મેચ પછી વિજેતાને ઓલિમ્પિકની ટિકિટ મળશે.. 2 મેચ બાદ સ્કોર બરાબર હશે તો શૂટઆઉટ થશે. ટીમે પહેલી મેચ 4ના અંતરથી જીતી છે. જો બીજી મેચ અમેરિકા 3-0થી જીતે તો પણ ભારતીય ટીમ ક્વાલિફાય કરી લેશે. કારણ કે બંને મેચ પછી આપણા પાંચ ગોલ અને અમેરિકાના ચાર ગોલ હશએ. જો અમેરિકા 4-0થી જીતે તો બંનેનો સ્કોર 5-5 થશે. તેવી સ્થિતિમાં શૂટઆઉટથી નિર્ણય થશે.ભારતીય ટીમ બે વખત ઓલિમ્પિક રમી શકી છે. મહિલા ટીમ ઓલિમ્પિકમાં માત્ર બે વખત રમી શકી છે. 1980માં ટીમને પહેલી વખત તક મળી હતી. ત્યારે ટીમે ચોથું સ્થાન મેળવ્યું હતું. ત્યાર બાદ 36 વર્ષના અંતરાળે 2016માં ટીમને ઓલિમ્પિકમાં રમવા મળ્યું. પરંતુ ટીમ તેમાં બહુ ખાસ કરી શકી નહીં અને 12મા સ્થાને રહી હતી.

Download Our B K News Today App



Related News