World Cup પહેલા ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ કર્યા લગ્ન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 10:15:44
  • Views : 546
  • Modified Date : 2019-05-21 10:15:44

ટીમ ઇન્ડિયાના ખેલાડી હનુમાન વિહારીએ પોતાની ગર્લફ્રેન્ડ પ્રીતિ રાજ સાથે લગ્ન કરી લીધા છે. હનુમાએ સોમવારે સોશિયલ મીડિયા પર લગ્નની એક તસવીર શેર કરી તેની જાણકારી આપી છે. પ્રીતિ વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે. હનુમાએ ઓક્ટોબર 2018માં સગાઈ કરી હતી અને હવે 7 મહિના બાદ લગ્ન કર્યા છે. હનુમા ટીમ ઇન્ડિયા માટે રમી ચૂક્યા છે અને આઈપીએલ 2019માં દિલ્હી કેપિટલ્સ માટે રમ્યા હતા.વિહારીએ ફોટો પોસ્ટ કરતાં લખ્યું કે, તારા ચહેરા પર હંમેશા આ સ્માઈલ રહે તેનું વચન આપું છું. આઈ લવ યૂ. આપ સૌને પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર.ભારતીય ક્રિકેટ ટીમના ફિલ્ડિંગ કોચ આર શ્રીધર પણ આ લગ્નમાં સામેલ થયા. તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટથી બંનેના લગ્નની તસવીરો પણ પોસ્ટ કરી.હનુમા વિહારીએ ગયા વર્ષે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેઓએ સપ્ટેમ્બર 2018માં ઈંગ્લેન્ડની વિરુદ્ધ ધ ઓવલમાં પહેલી ટેસ્ટ રમી હતી. પહેલી જ મેચમાં તેણે અડધી સદી કરી હતી અને 56 રન કર્યા હતા. 25 વર્ષીય હનુમા અત્યાર સુધી 4 ટેસ્ટ રમી ચૂક્યો છે અને તેણે 23.85ની સરેરાશથી 167 રન બનાવ્યા છે. તેણે પાંચ વિકેટ પણ ઝડપી છે


Download Our B K News Today App



Related News