ભારતીય ટીમ આવતા વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા વિરુદ્ધ ત્રણ ટી-20ની સીરિઝ રમશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 12:38:03
  • Views : 467
  • Modified Date : 2019-09-26 12:38:03

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બુધવારે આવતા વર્ષે જાન્યુઆરીમાં શ્રીલંકા વિરુદ્ધ 3 ટી-20ની સીરિઝની જાહેરાત કરી હતી. બીસીસીઆઈએ કહ્યું કે, શ્રીલંકા ક્રિકેટ ટીમ આવતા વર્ષે 5થી 10 જાન્યુઆરી દરમિયાન ત્રણ ટી-20 રમશે. સીરિઝની પ્રથમ મેચ ગુવાહાટી ખાતે રમાશે. જ્યારે બીજી ટી-20 7 જાન્યુઆરીના રોજ ઇન્દોર અને અંતિમ ટી-20 10 જાન્યુઆરીના રોજ પૂણે ખાતે રમાશે.5થી 10 જાન્યુઆરી દરમિયાન ઝિમ્બાબ્વેની ટીમ ભારતના પ્રવાસે આવવાની હતી, પરંતુ આઈસીસીએ તેના પર પ્રતિબંધ લાવી દીધો છે. તેથી બીસીસીઆઈએ તેની જગ્યાએ શ્રીલંકા સાથે સીરિઝ ગોઠવી છે.શ્રીલંકા સામેની સીરિઝ પહેલા ભારતનો શેડ્યુલ: દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ: (ઓક્ટોબર)

2 થી 6 ઓક્ટોબરપ્રથમ ટેસ્ટવિશાખાપટનમ
10થી 14 ઓક્ટોબરબીજી ટેસ્ટરાંચી
19થી 23 ઓક્ટોબરત્રીજી ટેસ્ટ

પુણે

બાંગ્લાદેશનો ભારત પ્રવાસ: (નવેમ્બર)

ક્યારેમેચજગ્યા
3 નવેમ્બર (રવિવાર)પ્રથમ ટી-20દિલ્હી
7 નવેમ્બર (ગુરુવાર)બીજી ટી-20રાજકોટ
10 નવેમ્બર (રવિવાર)ત્રીજી ટી-20નાગપુર
14 થી 18 નવેમ્બરપ્રથમ ટેસ્ટઇન્ડોર
22 થી 26 નવેમ્બરબીજી ટેસ્ટકોલકાતા

વેસ્ટ ઇન્ડિઝનો ભારત પ્રવાસ: (ડિસેમ્બર)

6 ડિસેમ્બર (શુક્રવાર)પ્રથમ ટી-20મુંબઈ
8 ડિસેમ્બર (રવિવાર)બીજી ટી-20તિરૂવનંતપુરમ
11 ડિસેમ્બર (બુધવાર)ત્રીજી ટી-20હૈદરાબાદ
15 ડિસેમ્બર (રવિવાર)પ્રથમ વનડેચેન્નાઇ
18 ડિસેમ્બર (બુધવાર)બીજી વનડેવિશાખાપટ્ટનમ
22 ડિસેમ્બર (રવિવાર)ત્રીજી વનડેકટક

Download Our B K News Today App



Related News