ભારત પહેલી વખત ડે-નાઇટ ટેસ્ટ રમશે, 22 નવેમ્બરે બાંગ્લાદેશ સામે ઈડન ગાર્ડનમાં મુકાબલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-31 14:52:10
  • Views : 433
  • Modified Date : 2019-10-31 14:52:10

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 22થી 26 નવેમ્બર સુધી રમાનાર બીજી ટેસ્ટ ડે-નાઇટ રહેશે. BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે આ જાણકારી આપી. બન્ને દેશોની આ પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે. ગાંગુલીએ બીસીબીના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું કે ટેસ્ટ ક્રિકેટને આગળ વધારવા માટે આ ખૂબ સારો મોકો છે. હું અને મારી ટીમ તેની શોધમાં હતા. તેના માટે વિરાટ કોહલીનો પણ આભાર કે તેઓ મારી વાતથી સહમત થયા.ઓલિમ્પિક ખેલાડીઓને આમંત્રણ આપી શકાય છે. ગાંગુલીએ કહ્યું, ભારતની પહેલી ડે-નાઇટ ટેસ્ટ દરમિયાન ઓલિમ્પિક ખેલાડી અભિનવ બિન્દ્રા, એમસી મેરીકોમ અને પીવી સિંધુનો બોલાવીને સન્માનિત કરવા પર વિચાર થઇ રહ્યો છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ સીરીઝની પહેલી મેચ 16 નવેમ્બરે ઇન્દૌરમાં યોજાશે. બીજી મેચ 22 નવેમ્બરે કોલકાતામાં રમાશે.પહેલી ડે-નાઇટ ટેસ્ટ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાઇ હતી. પહેલી ડે-નાઇટ ટેસ્ટ 2015માં એડિલેડ ઓવલ પર ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ હતી. તેની શરુઆતના ચાર વર્ષ બાદ પણ અત્યાર સુધી વર્લ્ડ નંબર વન ટીમ ભારતે એક પણ ડે-નાઇટ ટેસ્ટ રમી નથી. ભારત-બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરીઝ પહેલા બન્ને ટીમ વચ્ચે ટી-20ની સીરીઝ રમાશે. પહેલી મેચ 3 નવેમ્બરના રમાશે.ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રસ્તાવ ફગાવ્યો હતો.ડે-નાઇટ ટેસ્ટને લઇને ભારત પહેલા ગંભીર ન હતું. ગત વર્ષે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ડે-નાઇટ ટેસ્ટનો પ્રસ્તાવ મૂક્યો હતો પરંતુ ભારતે તેને ફગાવી દીધો હતો. તે સમયે કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રી , સીઓએ, તેમજ બીસીસીઆઇ કાર્યકારી સચિવ અમિતાભ ચૌધરીએ આ પ્રસ્તાવ પર અસહમતિ દર્શાવી હતી. ચૌધરીએ ત્યારબાદ વેસ્ટઇન્ડિઝ વિરુદ્ધ રાજકોટમાં ડે-નાઇટ ટેસ્ટ મેચનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ તે શક્ય થયું ન હતું.

Download Our B K News Today App



Related News