ભારતે પ્રથમવાર સાઉથ આફ્રિકા સામે T20 સિરિઝ જીતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-05 13:28:44
  • Views : 284
  • Modified Date : 2022-10-05 13:28:44

   ઈન્દોરમાં રમાયેલી સિરીઝની છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ ભારતને 49 રને હરાવ્યું હતું. જોકે ટીમ ઈન્ડિયાએ 2-1થી સિરીઝ જીતી લીધી છે. કાર્તિકે 21 બોલમાં 46 રન ફટકાર્યા હતા. જોકે તેના સિવાય અન્ય બેટર ચાલ્યા નહોતા. અંતમાં દીપક ચહર (31) અને ઉમેશ યાદવે (20)* થોડી લડત આપવાનો પ્રયત્ન કર્યો હતો. પણ તેઓ સફળ રહ્યા નહોતા. સાઉથ આફ્રિકા તરફથી ડ્વેઇન પ્રીટોરિયસે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે વેઈન પાર્નેલ, લુંગી એન્ગિડી અને કેશવ મહારાજને 2-2 વિકેટ મળી હતી. કાગિસો રબાડાને 1 વિકેટ મળી હતી.ભારત-સાઉથ આફ્રિકાની સિરિઝમાં આજે અંતિમ મેચ પૂર્ણ થયા બાદ પ્લેયર ઓફ ધ સિરિઝ તરીકે સૂર્યા કુમાર યાદવના નામની જાહેરાત થઈ હતી. સૂર્યાકુમારની તોફાની રમતના કારણે ભારત બંને સિરિઝ જીતવામાં સફળ રહ્યું હતું.અગાઉ સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં 3 વિકેટે 227 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના રિલી રોસોયુએ 48 બોલમાં 100 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 7 ચોગ્ગા અને 8 છગ્ગા આવ્યા હતા. તો ડિકોકે 43 બોલમાં 68 રન કર્યા હતા. અંતમાં મિલરે પણ 3 છગ્ગા ફટકારીને જોરદાર ફિનિશિંગ કર્યું હતું. ભારતીય બોલરોનો કંગાળ દેખાવ રહ્યો હતો. અશ્વિન સિવાયના અન્ય બોલરો ધોવાયા હતા. દીપક ચહર અને ઉમેશ યાદવને 1-1 વિકેટ મળી હતી.અગાઉ ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમમાં કુલ 3 બદલાવ કરવામાં આવ્યા હતા. વિરાટ કોહલીની જગ્યાએ શ્રેયસ અય્યર, કેએલ રાહુલની જગ્યાએ ઉમેશ યાદવ અને અર્શદીપ સિંહની જગ્યાએ મોહમ્મદ સિરાજને લેવામાં આવ્યા હતા. કેપ્ટન રોહિતે ટૉસ વખતે જણાવ્યું કે અર્શદીપને પીઠમાં દુખાવો છે, જેના કારણે હાલ તેને આરામ આપવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News